આપણે એવા લોકોને જોયા હશે જે મોંઘામાં મોંઘી ચીજો ખરીદતા હશે. કોઈ કરોડો રૂપિયાની જ્વેલરી ખરીદે છે,તો કોઈ મોંઘી કાર ખરીદે છે. પરંતુ હાવે આ ટેકનોજીની દુનિયામાં ઘણું બધુ બદલાઈ ગયું છે અને અનેક ઘરેલુ ચીજ વસ્તુ સહિત હવે ઓનલાઈન વિદેશી દારૂ પણ વેચાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ વિદેશી દારૂની બોટલની કિંમત જાણી ચોંકી જશે, એક દારૂની બોટલની કિંમત છે 10 કરોડ 26 લાખ રૂપિયા એવુ નથી કે, આ દારૂની બોટલ સોનાની બની છે કે, તેમાં કિંમતી હોરાઓ છે. કાંચની સામાન્ય બોટલમાં પેક હોવા છતા આ દારૂની બોટલ ખૂબ મોંઘી છે.આને સ્કોટલેન્ડના એક ઓનલાઇન સેલમાં વેચાઈ રહી છે.
સ્કોટલેન્ડમાં વ્હિસ્કીની એક બોટલ10 કરોડ રૂપિયામાં વેચાતા સમસની મચી ગઈછે.લોકોને જ્યારે જાણ થઈ કે કાંચની બોટલમાં પેક આ દારૂની માટે 10 કરોડ 26 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે તો બધા લોકો દંગ રહી ગયા હતાં. કોઈ સમજી સકતુ નથી કે આ દારૂની બોટલ આટલી મોંઘી કેમ વેચાઈ રહી છે.
આ સિંગલ માલ્ટને પવિત્ર વ્હિસ્કી પણ કહેવામાં આવે છે. Macallan 1926ની આ બોટલ સ્કોટલેન્ડમાં ઓનલાઇન વેચાઇ હતી. આ બોટલ આજે નહીં પણ 1926માં પેક કરવામાં આવી હતી. તેમાં બનાવેલી વ્હિસ્કી તે સમયની બોટલોમાં ભરેલી છે.
માહિતી અનુસાર, Moray Distilleryના સ્પેશ્યલ કાસ્ક નંબર 263માંથી 14 બોટલ મેન્યુફેક્ચર કરવામાં આવી હતી. તેમાથી એક બોટલને હવે 10 કરોડ 26 લાખમાં ખરીદવામાં આવી છે. આ દુનિયાની સૌથી ફેમસ વ્હિસ્કી બનાવવામાં જાણીતી છે.
હવે ચાલો સમજાવીએ કે, આ ખાસ વ્હિસ્કી કેવી રીતે તૈયાર કરવામાં આવી? તેને વ્હિસ્કી કાસ્ક પણ કહેવામાં આવે છે. 1926માં, બધી સામગ્રી તેને બનાવવા માટે બોટલની અંદર મૂકી હતી. ત્યાર બાદ 1986થી ભરેલી છે. એટલે કે, આ વ્હિસ્કી ઘણા વર્ષો બાદ તૈયાર થઈ છે.
વ્હિસ્કી કાસ્કની માત્ર 40 બોટલો તૈયાર કરવામાં આવી હતી.પરંતુ આમાંથી માત્ર 14 બોટલ જ રેર કલેક્શનમાં સમાવેશ કરવામા આવી હતી. જોકે દુનિયાની સૌથી મોંધી દારૂ નથી. આ પહેલા 2019માં લંડનમાં આવી જ કાસ્ક બોટની નીલામી કરવામાં આવી હતી. તેને 15 કરોડ 39 લાખ રૂપિયામાં વહેવામાં આવી હતી.