જો તમને વાત કરીએ તો હોડીમાં બેસીને તો દરેક લોકો દરિયાની સફરની મજા માણતા હોય છે પરંતુ શું તમે દરરોજ જીંદગીભર દરિયાની ઉપર રહી શકો.
તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એક એવી જગ્યા પણ છે કે જ્યાં લગભગ 7000 લોકોની વસ્તી વસેલ છે. આ વસ્તી કોઇ અન્ય જગ્યાએ નહીં પરંતુ ચાઇનામાં સ્થિત છે. કે જ્યાં સમુદ્રી માછીમારો રહે છે કે જેને ટાંકાનાં નામથી ઓળખવામાં આવે છે.
ટાંકા કમ્યુનિટીનાં લોકો ત્યાંનાં શાસકો અને શાસનથી એટલાં હેરાન-પરેશાન થઇ ગયાં હતાં કે જેથી એમને દરિયા પર જ રહેવાનું નક્કી કરી લીધું. આ લોકો ના તો ધરતી પર રહેવા માટે તૈયાર અને ના તો તેઓ આધુનિક જીવનની લાઇફસ્ટાઇલને અપનાવવા પણ તૈયાર નથી. આ માછીમારો હોડીઓ ઉપર પોતાનાં મકાન બનાવીને રહે છે.
ટાંકા લોકો આ વસ્તીને એટલે કે આ રહેઠાણને “જિપ્સીઝ ઑફ ધ સી” કહે છે. આ માછીમારો ક્યારેક-ક્યારેક જમીન પર આવે છે નહીં તો પોતાની મોટા ભાગની લાઇફ પાણી પર જીવીને જ વિતાવે છે.