આજે એવા ગામ વિશે જાણશુ કે જ્યા રહેતા તમામ લોકો ઠીંગણા છે. આ ગામ એ સજુબા જેવુ છે. હકીકતમાં ચીનના શિચુઆન પ્રાંત માં સ્થિત આ ગામમાં મોટાભાગના લોકોની લંબાઇ બે ફુટ એક ઇંચથી લઇ ત્રણ ફુટ ૧૦ ઇંચ સુધીની જ છે.
આ ગામમાં પાંચથી સાત વર્ષના દરેક બાળકની લંબાઇ વધતી જ નથી. પરંતુ તેની લંબાઇ ઉંમરના હિસાબે વધતી જ નથી.
આ ગામમાં સૌ પ્રથમ ૧૯૯૧માં આવો કેસ સામે આવ્યો હતો ત્યારે દુનિયાભરના લોકો હેરાન થઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ધીમે-ધીમે આખુ ગામ કોઇ બીમારીમાં સપડાયુ હતું.
આ ગામની સમસ્યા નિરાકરણ માટે ગામની માટી, પાણી, હવા, વાતાવરણ સહિતનું અધ્યયન ઘણીવાર કરાયુ છે. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો જ નથી વડીલોના જણાવ્યા અનુસાર આ ગામમાં કોઇ ઝહેરીલો ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ સમસ્યા ઉદ્ભવી છે. પરંતુ અનેક અધ્યયન પછી આ સમસ્યાનું કોઇ સોલ્યુશન આજ સુધી મળ્યુ નથી.