વર્ષ ૨૦૧૭ને ગુડબાઇ અને ૨૦૧૮ને વેલકમ કરવાનો સમય આવી ચુક્યો છે.ત્યારે નવા વર્ષમાં એવી ઇવેન્ટસ આવી રહી છે જેને ચુકવી જોઇએ નહીં.
૧- વિન્ટર ગેમ્સ : ફેબ્રઆરી ૯ એ સાઉથ કોઇચામાં વિન્ટર ઓલ્મપીંક શરુ થનાર છે. પરંતુ સાઉથ કોરીયા અને નોર્થ કોરિયાની અનબનની અસરો સાઉથ કોરિયાના વિન્ટ ઓલ્મપીંક પર પડશે.
૨- કાસ્ત્રો એરાનો અંત : ક્યુબા સમુદ્રો અને ટાપુઓની ઘેરાયેલો દેશ છે. ૨૪ ફેબ્રુઆરીએ ક્યુબામાં નવા શાશકનો ચુનાવ થનાર છે. રાઉલ કાસ્ટ્રો છેલ્લે ૬ દસકાથ શાશન કરે છે આ વર્ષ તેનો અંત આવશે અને નવા નેતાનો ચુનાવ થશે.
૩- શું પુલીનનો ચોથો શત્ર રહેશે ? : માર્ચ ૧૮એ રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થનાર છે. છેલ્લા ત્રણ સત્રથી વલ્ડીમીર પુતીન સતત ચુંટણી જંગ જીતી રહ્યા છે. ત્યારે આ ચુનાવમાં તે ચોથી વખત શાશન સંભાળશે કે કેમ તેના માટે ચુંટણી મહાજંગ યોજનાર છે.
૪- ઇરાકમાં મતદાન : દેશમાં ઇસ્લામિક રાજ્યોને હરાવ્યા બાદ ૧૫મી મેંએ પહેલી વખત ઇરાકમાં મતદાન થનાર છે. જેના માટે લોકો ખૂબ જ ઉત્સાહ બતાવી રહ્યાં છે.
૫- શાહી લગ્ન : મેં ૧૯ એ બ્રિટેનમાં પ્રિન્સ હેરીના અભિનેત્રી મેઘાન માર્કેલ સાથે વિન્ડસોર કાસ્ટલમાં શાહી લગ્ન થવાના છે જેની લોકો આતુરતાથી વાટ જોઇ રહ્યા છે.
૬- ફુટબોલ ફાનઇલ : ફુટબોલના રશિયાઓ જેની આતુરતાપૂર્વક વાંટ જોઇ રહ્યાં છે તે દિવસ આ વર્ષેે જુલાઇ ૧૫એ રશિયામાં યોજાવાનો છે. ૨૦૧૮ વિશ્ર્વ ફુટબોલ કપ જેની શરુઆત મોસ્કોમાં ૧૪ તારીખે થશે.
૭ – ટ્રમ્પની પરિક્ષા : નવેમ્બર ૬ના રોજ અમેરિકામાં મિડટર્મ ઇલેક્શન યોજનાર છે. જે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પરિક્ષા રહેશે.
૮- વેનેઝ્યુઇલામાં મતદાન અને વિવાદ : રાષ્ટ્રપતિના ચુનાવ વેનેઝ્યુઇલામાં થનારા છે. જો કે તેનાથી રાજનૈતિક અને આર્થિકવાદ વિવાદ શરુ થશે. આ ચુનાવ ડિસેમ્બરમાં થવાના છે જો કે તેની તારીખ હજુ સુધી નક્કી થઇ નથી.
૯ – ક્લાઇમેટ મુવમેન્ટ : ડિસેમ્બર ૩ના પોલેન્ડમાં સીઓપી ૨૪ પર્યાવરણ સમીટ કાટોવાઇસમાં યોજનાર છે જેમાં પેરિસનાં ક્લાઇમેટ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.
૧૦ – વિલંબિત મતદાન : ડિસેમ્બર ૨૩ના રોજ ડેમોક્રેટિક રિપબ્લીક કોન્ગો રાષ્ટ્રપતિનો ચુનાવ યોજનાર છે. જે પ્રેસિડેન્ટ જોસેફ કાબિલાના સત્ર બાદથી બે વર્ષ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો જેના માટે લોકો ખૂબ જ ઉત્સાહ છે.