હિંદુ ધર્મમાં કાન વિંધાવાની પરંપરા ખુબજ પ્રાચિન છે. આને 16 સંસ્કારોમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીઓમાં આ પરંપરા હજુ ચાલુ છે. ધાર્મિક દ્રષ્ટીએ તો આનુ મહત્વ છે જ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ ખુબ મહત્વ છે. સાથે આનો આપણા મગજ અને સ્વાસ્થ્ય પર ખુબ પ્રભાવ રહેલો છે.
સનાતન ધર્મમાં સ્ત્રી અને પુરૂષ બંને માટે જુના સમયમાં કાન છેદવાની પરંપરા ચાલતી આવી રહી છે. આ પરંપરાની વૈજ્ઞાનિક માન્યતા એ છે કે, આનાથી વિચારવાની શક્તિ વધે છે, બોલી સારી થાય છે. કાનથી લઈ દિમાગ સુધી જતી નસનો રક્ત સંચાર નિયંત્રિત અને વ્યવસ્થિત રહે છે. કાન છેદવાથી એક્યૂપંક્ચર થાય છે, જેને લઈ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. એવી માન્યતા છે કે, આનાથી નાના બાળકને નજર નથી લાગતી.
વૈજ્ઞાનિક માન્યતા :
વૈજ્ઞાનિક માન્યતા એ પણ છે કે, કર્ણ છેદનથી લકવાના રોગથી બચી શકાય છે,
કાન છેદવાથી નેત્ર જ્યોતી પર પણ સકારાત્મક પ્રભાવ થાય છે.
કાનના જે ભાગમાં છેદ કરવામાં આવે છે, ત્યાં એક પોઈન્ટ હોય છે, જે મનુષ્યની ભૂખને પ્રેરિત કરે છે.
પાચન ક્રિયા સશક્ત થાય છે.
કાનના નીચેના ભાગનો પોઈન્ટ આપણા મગજ સાથે જોડાયેલો છે, જેનાથી આપણી માનસિક શક્તિ તીવ્ર બને છે.
માન્યતા એ પણ છે કે, કાન છેદવાથી દુષ્ટ આત્મા દુર રહે છે. જ્યોતિષમાં પણ ખુબ મહત્વ અપાયુ છે. કાન છેદવાથી રાહુ અને કેતુના ખરાબ પ્રભાવની અસર ખતમ તઈ જાય છે. જીવનમાં આવનારા આકસ્મિક સંકટોનું કારણ રાહુ અને કેતુ જ હોય છે, જેથી કાન છેદવો ખુબ જરૂરી છે.