2000 જેટલી ફરિયાદો આજની તારીખે હજુ પેન્ડિંગ:સૌથી વધુ ભુગર્ભ ગટર, પાણી અને સ્ટ્રીટ લાઈટની ફરિયાદ નોંધાઈ કોલસેન્ટરમાં
રાજકોટ જેટગતિએ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે.પરંતુ લોકોને પાયાની કહી શકાય તેવી લાઈટ ,પાણી, રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સુવિધા અંગે આજે પણ સમસ્યાઓ વેઠવી પડે છે.છેલ્લા એક માસમાં મહાપાલિકાના કોલ સેન્ટરમાં અલગ-અલગ વિભાગને લગતી 16519 જેટલી ફરિયાદ નોંધાઈ છે.આજની તારીખે આજે 2 હજાર જેટલી ફરિયાદ પેન્ડિંગ છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત 1 થી 31 જાન્યુઆરી સુધીના એક મહિનાના સમયગાળામાં મહાપાલિકાના કોલ સેન્ટરમાં અલગ અલગ વિભાગોને લગતી કુલ 16519 ફરિયાદ નોંધાઈ છે.જે માંથી 120063 ફરિયાદ હલ કરી દેવામાં આવી છે.
1982 ફરિયાદ આજની તારીખે પેન્ડિંગ છે.એકને ફરિયાદ બે વાર નોંધાયો હોય તેવી 2474 ફરિયાદ હોવાનું જાણવા મળી રહ્યું છે.છેલ્લા એક મહિનામાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજને લગતી નોંધાઈ છે. 7800 જેટલી ફરિયાદો ડ્રેનેજ શાખાને લગતી મળી છે.જ્યારે પાણી ન મળ્યું હોવાની, ડોલું પાણી મળતું હોવાની,ડાયરેક્ટ પંપિંગ, વાલ્વ ખૂલ્લો રહી ગયો હોવાની 3068 ફરિયાદ કોર્પોરેશનના કોલસેન્ટરમાં નોંધાય છે .સ્ટ્રીટલાઈટ અંગેની 2932 ફરિયાદ ,બાંધકામ શાખાને લગતી 463 ફરિયાદ, મરેલા ઢોરની 178 ફરિયાદ,રખડતા ઢોરના ત્રાસ અંગેની 97 ફરિયાદ, સીટી બસની લગતી 351 ફરિયાદ,દબાણ અંગેની 128 ફરિયાદ ,બાગ બગીચાને લગતી 24, ફરિયાદ અને ટીપી શાખાને લગતી 64 ફરિયાદો કોલ સેન્ટરના રેકોર્ડ પર નોંધાઇ છે.