ગુજરાતમાં ભાજપની  ભવ્ય જીત થઈ છે. સમગ્ર રાજ્યમાં કેસરિયો લહેરાવીને તમામ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીએ તોડ્યા છે. આ જીતમાં મોદી અને શાહનીં રણનીતિ કામ કરી છે તો પડદા પાછળના અસલી હીરો સી.આર. પાટીલ છે. મોદી શાહની રણનીતિનો અમલ કરાવવાની જવાબદારી સી.આર. પાટીલની હતી ત્યારે આ બેક સ્ટેજ હીરોને પીએમ મોદીએ બિરદાવ્યા હતા.

ભાજપની રેકોર્ડબ્રેક જીતના અસલી હીરો સી.આર.પાટીલ છે. મોદી અને શાહની રણનીતિ તો કામ કરી જ પણ તેના અમલની જવાબદારી જેમના શિરે હતી એવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મહેનત રંગ લાવી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભાજપની જીતનો શ્રેય ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આપવો જોઈએ.

દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સી.આર પાટીલના વખાણ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ મંચની પાછળ રહીને સંગઠન માટે કામ કરતા રહ્યા. સી આર પાટીલે ક્યારેય ફોટો નથી પડાવ્યો. ભાજપની જીત પાછળ પાટીલનો મોટો ફાળો છે.

BJPના અધ્યક્ષ બન્યા બાદ ભારતીય જનતા પાર્ટી એક નવી ઉંચાઈ પર પહોંચી

20 જુલાઈ 2020થી સીઆર પાટીલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા ત્યાર બાદ પાર્ટીને એક નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ માત્ર બે વર્ષના સમયમાં કર્યું છે. તેમનાં બે વર્ષના સમયગાળાના મહત્ત્વના નિર્ણયો લીધા છે. તો, 21 જુલાઈ 2020ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સાંભળ્યા બાદ સીઆર પાટીલે સંગઠનને મજબૂત કરવા કામગીરી હાથ ધરી.

કોરોનાકાળથી ભાજપ માટે અથાક મહેનત સી.આર પાટીલે કરી હતી

કોરોનાકાળમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલની વરણી કર્યા બાદ આજ દિવસ સુધી સીઆર પાટીલે રાજ્યમાં સંગઠન સ્તરે પાયા સુધી મહેનત કરી અને એને વધુ મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરી. સતત મહેનતને અંતે ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે અને પડદા પાછળના હીરોની મહેનત રંગ લાવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.