કરણી માતાના મંદિરમાં લગભગ 20 હજાર જેટલા કાળા ઉંદર રહે છે. આ મંદિરમાં લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે. કરણીમાતાને દુર્ગાના અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં હજારો ઉંદરના દર્શન તો દરેક ભક્તોને થાય છે. પરંતુ કેટલાક ભાગ્યશાળી ભક્તોને સફેદ ઉંદરના દર્શન થાય છે અને એવું માનવામાં આવે છે કે જે ભક્તો પર માં કરણીની કૃપા હોય એમનેજ સફેદ ઉંદરના દર્શન થાય છે.
શનિ શિંગણાપુર :
આ મંદિર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં શનિદેવની પ્રતિમા ગુંબદ વગર ખુલા આકાશમાં વિરાજમાન છે. શિંગણાપુરમાં મોટાભાગના ઘર બારી-બારણાં, તિજોરી વગરના છે. અહીં બારણાની જગ્યાએ ફક્ત પડદાજ લગાવામાં આવે છે કારણ કે શિંગણાપુરમાં ચોરી થતીજ નથી અને કહેવાય છે કે ચોરી કરનારને સવયં શનિ દેવ સજા આપે છે.
જવાલા દેવી મંદિર :
આ મંદિર હિમાચલની કાંગડા ઘાટીમાં આવેલું છે. આ મંદિર માં સતીના 51 શક્તિપીઠમાનું એક છે. આ મંદિરમાં હજારો વર્ષોથી માં ના મુખમાંથી અગ્નિ નીકળે છે.
બુલેટ બાબાનું મંદિર :
આ મંદિરમાં મોટરસાઇકલની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં દુર્ઘટનાથી બચવા બાઈકની પૂજા કરવામાં આવે છે. આ બુલેટને ઓમ બન્નાનું સ્થાન માનવામાં આવે છે. આ મંદિર જોધપુરથી 50 કિલોમીટર દૂર પાલી હાઇવે પર આવેલું છે. રોડ દુર્ઘટનામાં ઓમ બન્નાના મૃત્યુ થયા બાદ આ મંદિર બનાવવામાં આવ્યું છે.