આપણા દેશના હજારો સપૂતોમાં દિવંગત મદનમોહન માલવીયજીનું નામ પણ છે. તેઓ એક વખત કોઈ અંગ્રેજ ઓફિસરને મળવા જઈ રહ્યા હતા હજુ તો થોડે દૂર જ પહોચ્યા હતા કે, તેમને રસ્તે પડેલી કોઈ નિર્ધન સ્ત્રી દેખાઈ. એના પગમાં ઉંડો ઘા પડયો હતો. માખીઓ બણબણતી હતી. તેનાથી તેને અસહ્ય વેદના થતી હતી.
માલવીયજીએ પોતાની ઘોડાગાડી થોભાવી. પોતે નીચે ઉતર્યા અને એ સ્ત્રીને ઉંચકીને ગાડીમાં બેસાડી અને હોસ્પિટલે જવા રવાના થયા. એક યુવકે આ જોયું તો દોડતો આવી પહોચ્યો. અને બોલ્યો, ‘પંડિતજી ! લાવો, આ સ્ત્રીને હું હોસ્પિટલે લઈ જાઉં છું. આપ કોઈ જરૂરી કામે જઈ રહ્યા છો, ત્યાં જાવ, સમય બહુ મૂલ્યવાન છે.’
માલવીયજીએ કહ્યું, ‘આ કાર્ય વધારે જરૂરી છે, હું આનાં માટે જ જીવું છું’ આમ કહીને તેમણે ગાડીને આગળ ચલાવવા કહ્યું અને એ સ્ત્રીને પોતે જ હોસ્પિટલે પહોચાડી આવ્યા.
માલવીયજીએમના સમયના અગ્રણી સમાજ સુધારક હતા. દીકરીને દૂધ પીતી કરવાના અનિષ્ટને, સ્ત્રીઓના સતિ થવાના રિવાજને અને સહુથી મોટા અનિષ્ટસમા અંધશ્રધ્ધાના અનિષ્ટને નાબુદ કરવામાં તેમણે અગ્રણી ભૂમિ ભજવી હતી.
અંધશ્રધ્ધાનું અનિષ્ટ માત્ર આપણા દેશમાં જ નહિ પણ બ્રિટન જેવા કેટલાક વિદેશોમાં પણ પ્રવર્તમાન હોવાનું હમણા સુધી જાણી શકાય છે.
આમ તો અંધવિશ્વાસ એક એવો બકવાસ છે, જેનું કોઈ કારણ અને પ્રમાણ નથી હોતુ. એ હોય છે. બસ તર્કહીન તથ્યહીન વિશ્વાસને અંધવિશ્વાસ માનવામાં આવે છે. અંધવિશ્વાસ કાર્ય અને કારણના સંબંધો પ્રત્યે અનાસ્થા અને અવિશ્વસ છે. આ અજ્ઞાનનાપાયામાંથી ઉદભવે છે અને અંધ માન્યતાની ઈમારત ઉભી કરે છે. જયારે કોઈ એવું માને છે કે તેનો અંગત અનુભવ જ શ્રેષ્ઠ અને સાર્વભૌમ છે. અને આવી રીતે સૌને અનુભવ થવો જોઈએ તો એવો દૂરાગ્રહ પણ આ કક્ષામાંવે છે. અંધવિશ્વાસ દરેક વ્યંકિત, સમાજ અને સંસ્કૃતિમાં જુદા જુદા પ્રકારનો હોય છે. વિવેકના અભાવે પ્રચલીત પરંપરાઓમાં અંધમાન્યતાનો પ્રબળ પ્રભાવ દેખાય છે.
૧૩ના આંકડાની અપશુકનની માન્યતા ખૂબ અનોખી છે. આ અંકને શા માટે આટલો ડરામણો માનવામાં આવે છે? આ આંકડાથી પ્રભાવિત થનારને મનોવૈજ્ઞાનિકો ‘ટિસ્કૈડીકા ફોબિયા’ કહે છે
મૃત પરંપરાઓ અને અંધવિશ્વાસ દાટેલા મડદા જેવા હોય છે. તેને ફકત વિવેકના આધશરે પરિષ્કૃત પરિમાર્જિત કરી શકાય છે. અન્યથાતે આપરા જીવન અને સમાજને નારકીય સ્થિતિમાં બદલી શકે છે. આથી આપણે પરંપરાઓની તુલનામાં હંમેશા વિવેકને સાથ આપવો જોઈએ. આ મંત્રમાં જ કોઈ જાતિ, સમાજ અને સંસ્કૃતિના વિકાસનું રહસ્ય છુપાયેલું છે.
એવી માન્યતા છે કે, ઈસુને ક્રોસ પર લટકાવવામાં આવ્યા તે વખતે એ સ્થળે ૧૩ માણસો હતા.
આ બધુ જોતા ‘અંધશ્રધ્ધા’ અપાર છે.
એવું કહેવાયું છે કે, વનવાસ વખતે શ્રી રામ રાવણના રાક્ષસી મામા મારીચને સુવર્ણમૃગના માયાવી સ્વરૂપ મારી નાખીને તેમની કુટિરે પાછા ફરતા હતા તે વખતે માર્ગમાં સર્પને પસાર થતો તેમણે જોયો હતો, જે સીતાજીનું રાવણે કૃત્રિમ-માયાવી સ્વરૂપમાં અપહરણ કર્યું હતુ તે ઘટનામાં અપશુકનરૂપ બન્યો હતો. કદાચ તે વખતથી માર્ગમાં સર્પ આડે ઉતરે તો તે અપશુકન ગણાય છે. તે માન્યતા પણ અંધશ્રધ્ધાના આધાર પર રચાઈ છે ?
અંધશ્રધ્ધા અને વહેમને કારણે સર્જાયેલ ભયંકર પરિણામો વિશ્વની માનવજાતે ભોગવ્યા છે. એને અનેક દંપતીઓનાં પ્રસન્ન દામ્પત્યજીવન તૂટયાં ફૂટયાં છે.
દેશ-દેશ પર વહેમ દ્રષ્ટિને કારણે યુધ્ધોની પરિસ્થિતિ પેદા થઈ હોવાના દાખલા આપણા ઈતિહાસમાં મળી આવે છે.
દેવદિવાળી દેવલોકની ખરેખરી પરિસ્થિતિ આપણને જણાવી શકતી હોત તો બેશક પૃથ્વીને લાભ થાત!