ભારતની એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ કરેલા સર્વેમાં ૬૪ ટકા કાર્ડિયોલોજિસ્ટોનું કહેવું છે કે કાર્ડિયો વેસ્ક્યુલર ડિસિઝનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે. ૪૧થી ૫૦ વર્ષની ઉંમરમાં કાર્ડિયાક સમસ્યા થવાનું જોખમ વધું હોય છે. મોટાભાગના લોકો માને છે કે માત્ર ઓવરવેઈટ લોકોને જ હાર્ટઅટેક આવે છે, પરંતુ તે સત્ય નથી. ૭૪ ટકા ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટડિસિઝ થવા માટે અમુક ચોક્કસ બોડી ટાઈપ જવાબદાર હોય છે તેવું નથી. ઘણીવાર પુરુષોમાં ખૂબ જ થાક લાગવો અને સ્ત્રીઓમાં છાતીમાં દુખાવો થવો તે હાર્ટઅટેકનું સૌથી કોમન લક્ષણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.