સુરત ડાયમંડ સિટીનો સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. સુરતમાં બ્રિજની સંખ્યા ૧૦૦થી વધુ થઇ ગઇ છે. ત્યારે વધુ એક બ્રિજ વેડરોડ અને અડાજણ જિલ્લાની કોમ્પલેક્ષ વચ્ચે બનાવવામાં આવ્યો છે.
શું છે બ્રિજની ખાસીયત :
આ જિલ્લાની બ્રિજ શહેરમાં તાપી નદીના પટમા સૌથી લાંબો બ્રિજ છે. અને આ બ્રિજની કુલ લંબાઇ ૨૯૯૯ મીટર હોવાના કારણે તે શહેરનો સૌથી લાંબો બ્રિજ છે.
સપ્ટેમ્બરમાં થશે લોકાર્પણ :
જિલ્લાની આ બ્રિજનું લોકાર્પણ પહેલા ૧૫ ઓગષ્ટની આસપાસ થવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પરંતુ જીએસટી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરોની હળતાળને કારણે ૫મી સપ્ટેમ્બરની આસપાસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.