ચેન્નાઇ, મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા એમ છ સેન્ટરમાં જ આઇપીએલ ની મેચો રમાશે: આજે પ્રથમ મેચ ચેન્નાઇમાં મુંબઈ ઇન્ડિયન્સ અને બેંગ્લોર વચ્ચે
રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની સહિતના ખેલાડીઓની ટિમ વચ્ચે ખરાખરીનો જંગ થશે. ગયા વર્ષે ભારતમાં તેની અગાઉ જાહેર થયેલી 29 માર્ચની તારીખથી આઇપીએલ કોરોનાને લીધે યોજી નહતી શકાય અને યુએઇમાં દુબઇ, અબુધાબી અને શારજાહમાં તેનું આયોજન થયું હતું. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમ્યાન રમાઇ હતી. આમ 2021 ની આઇપીએલ પાંચ મહિના પછી જ રમાઇ રહી છે. તે વખતે પણ કોરોનાને લીધે બાયો બબલ હેઠળ આઇપીએલ રમાઇ હતી. આ વખતે પણ બાયો બબલ છે. કોરોનાની બીજી લહર આ હદે ઘાતક નીવડશે તેની કોઇને કલ્પના નહતી. પ્રેક્ષકો વગર જ આઇપીએલ રમાશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે છ જ સેન્ટરોમાં મેચ રમાશે તેમ પણ નક્કી કર્યું છે અને ટુર્નામેન્ટની મેચો એવી રીતે ગોઠવી છે કે ટીમને ન્યુનતમ પ્રવાસ અને નવા બાયો બબલ રચવા ન પડે.
ચેન્નાઇ, મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા એમ છ સેન્ટરમાં જ આઇપીએલ ની મેચો રમાશે. આજે પ્રથમ મેચ ચેન્નાઇમાં છે પણ તે પછી મુંબઇમાં પણ 10 મેચો 26 એપ્રિલ સુધીમાં હોઈ આઇપીએલનું આયોજન કોરોનાના કપરા કાળમાં યોજવાની જ શું જરૂર છે તેવો પ્રશ્ન દેશના નાગરિકોના બહોળા વર્ગે ઉઠાવ્યો હતો.
આઇપીએલ આજથી શરૂ થવાની છે તે પહેલા જ આયોજકોને પડકાર તો સર્જાયા જ છે. અક્ષર પટેલ, દેવદત્ત પડ્ડીકલ, નિતિન રાણા, સેમ્સ જેવા ક્રિકેટરો કોરોના પોઝિટિવ આવી ચૂકયા છે. મુંબઇનો વિકેટ કિપર કોચ કિરણ મોરે પણ હાલ કોરોનાગ્રસ્ત હોઈ કવોરન્ટાઇન છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમના 10 ગ્રાઉન્ડ સ્ટાફ, મેનેજમેન્ટ સ્ટાફ તેમજ પ્લમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે. ટીમના કોચ અને ખેલાડીઓ કબૂલે છે કે સતત ક્રિકેટ અને બાયો બબલને લીધે તેઓ એક પ્રકારના માનસિક તનાવ હેઠળ તો છે જ.
આરસીબીની પાસે વિદેશી ખેલાડીઓના નામ પર કેટલાક દિગ્ગજ ખેલાડી હાજર છે, તેવામાં જોવાનું રહેશે કે ક્યા ચાર ખેલાડીને અંતિમ 11માં સ્થાન મળે છે. એબી ડિવિલિયર્સ અને ગ્લેન મેક્સવેલનું રમવુ નક્કી છે, બાકી બે ખેલાડી કોણ હશે તે જોવાનું રહેશે. આરસીબી માટે પાછલી સીઝન સારી રહી અને ટીમ અંતિમ ચારમાં પહોંચી હતી. વિરાટની આગેવાનીમાં ટીમની નજર હજુ પહેલા ટાઇટલ પર છે તો રોહિતની આગેવાનીમાં મુંબઈની ટીમની નજર હેટ્રિક પર છે. મુંબઈની ટીમ 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી.
દેશમાં ફરી એકવાર કોરોનાની બીજી લહેર આવી છે, જેના કારણે કેસોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલા બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે આઇપીએલની 56 મેચો દેશમાં મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, બેગ્લુંરુ, અમદાવાદ અને દિલ્હીમાં રમાવવાની હતી, અને દર્શકોની સંખ્યાને લઇને પણ ખુલાસો થયો હતો, પરંતુ હવે કોરોનાનુ સંક્રમણના કારણે ખાલી સ્ટેડિયમમાં મેચો રમાશે. તાજેતરમાં જ અમદાવાદમાં થયેલી બીસીસીઆઇની બેઠકમાં આ વાત પર ચર્ચા કરવામા આવી અને ખાલી સ્ટેડિયમમાં મેચો રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરોનાનો પ્રકોપ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ પર પણ પડવા લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ, રોયલ ચેલેન્જર્સનો દેવદત્ત પડિકલ કોરોના પોઝિટીવ થયા છે, આ સાથે જ આઇપીએલના સ્ટાફ મેમ્બર્સ પણ કોરોનાથી સંક્રમિત થતા આઇપીએલ પર ખતરો ઉભો થયો છે.
દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે.
આઈપીએલ શેડયૂલ 2021
તારીખ ટીમ કયાં રમાશે?
9 એપ્રિલ મુંબઈ-બેંગલુરૂ ચેન્નાઈ
10 એપ્રિલ ચેન્નાઈ-દિલ્હી મુંબઈ
11 એપ્રિલ હૈદરાબાદ-કોલકાતા ચેન્નાઈ
12 એપ્રિલ રાજસ્થાન-પંજાબ મુંબઈ
13 એપ્રિલ કોલકાતા-મુંબઈ ચેન્નાઈ
14 એપ્રિલ હૈદરાબાદ-બેંગલુરૂ ચેન્નાઈ
15 એપ્રિલ રાજસ્થાન-દિલ્હી મુંબઈ
16 એપ્રિલ પંજાબ-ચેન્નાઈ મુંબઈ
17 એપ્રિલ મુંબઈ-હૈદરાબાદ ચેન્નાઈ
18 એપ્રિલ કોલકાતા-બેંગલુરૂ ચેન્નાઈ
18 એપ્રિલ દિલ્હી-પંજાબ મુંબઈ
19 એપ્રિલ ચેન્નાઈ-રાજસ્થાન મુંબઈ
20 એપ્રિલ દિલ્હી-મુંબઈ ચેન્નાઈ
21 એપ્રિલ પંજાબ-હૈદરાબાદ ચેન્નાઈ
21 એપ્રિલ કોલકાતા-ચેન્નાઈ મુંબઈ
22 એપ્રિલ રાજસ્થાન-બેંગલુરૂ મુંબઈ
23 એપ્રિલ મુંબઈ-પંજાબ ચેન્નાઈ
24 એપ્રિલ કોલકાતા-રાજસ્થાન મુંબઈ
25 એપ્રિલ ચેન્નાઈ-બેંગલુરૂ મુંબઈ
26 એપ્રિલ પંજાબ-કોલકાતા અમદાવાદ
27 એપ્રિલ દિલ્હી-બેંગલુરૂ અમદાવાદ
28 એપ્રિલ ચેન્નાઈ-હૈદરાબાદ દિલ્હી
29 એપ્રિલ મુંબઈ-રાજસ્થાન દિલ્હી
29 એપ્રિલ દિલ્હી-કોલકાતા અમદાવાદ
30 એપ્રિલ પંજાબ-બેંગલુરૂ અમદાવાદ
1મે મુંબઈ-ચેન્નાઈ દિલ્હી
2મે રાજસ્થાન-હૈદરાબાદ દિલ્હી
2મે પંજાબ-દિલ્હી અમદાવાદ
3મે કોલકાતા-બેંગલુરૂ અમદાવાદ
તારીખ ટીમ કયાં રમાશે?
4મે હૈદરાબાદ-મુંબઈ દિલ્હી
5મે રાજસ્થાન-ચેન્નાઈ દિલ્હી
6મે પંજાબ-બેંગલુરૂ અમદાવાદ
7મે હૈદરાબાદ-ચેન્નાઈ દિલ્હી
8મે દિલ્હી-કોલકાતા અમદાવાદ
8મે રાજસ્થાન-મુંબઈ દિલ્હી
9મે ચેન્નાઈ-પંજાબ બેંગલુરૂ
9મે હૈદરાબાદ-બેંગલુરૂ કોલકાતા
10મે મુંબઈ-કોલકાતા બેંગલુરૂ
11મે દિલ્હી-રાજસ્થાન કોલકાતા
12મે ચેન્નાઈ-કોલકાતા બેંગલુરૂ
13મે મુંબઈ-પંજાબ બેંગલુરૂ
13મે હૈદરાબાદ-રાજસ્થાન કોલકાતા
14મે દિલ્હી-બેંગલુરૂ કોલકાતા
15મે કોલકાતા-પંજાબ બેંગલુરૂ
16મે રાજસ્થાન-બેંગલુરૂ કોલકાતા
17મે દિલ્હી-હૈદરાબાદ કોલકાતા
18મે કોલકાતા-રાજસ્થાન બેંગલુરૂ
19મે હૈદરાબાદ-પંજાબ બેંગલુરૂ
20મે મુંબઈ-બેંગલુરૂ કોલકાતા
21મે કોલકાતા-હૈદરાબાદ બેંગલુરૂ
21મે દિલ્હી-ચેન્નાઈ કોલકાતા
22મે પંજાબ-રાજસ્થાન બેંગલુરૂ
23મે મુંબઈ-દિલ્હી કોલકાતા
23મે ચેન્નાઈ-બેંગલુરૂ કોલકાતા
25મે પ્રથમ કવોલિફાય અમદાવાદ
26મે એલિમિનેટર અમદાવાદ
28મે બીજી કવોલિફાય અમદાવાદ
30મે ફાઈનલ અમદાવાદ