નવુ વર્ષ નવા ઉમંગો, ઉત્સાહો અને પ્રગતિઓ લઇને આવે છે. નવા વર્ષને સૌ-કોઇ મન-મુકીને ઉજવતા હોય છે. અને પરિવારજનો સાથે હરવા ફરવા જતા હોય છે. ત્યારે તેની પૂર્વ તૈયારીઓ અને પ્લાનીંગ શરુ કરી દેવામાં આવતા હોય છે. તો આ વખતે ક્યા ફરવા જવુ તેના વિશે આજે અને તમને જણાવીશું. જે તમારા બજેટમાં હોય અને બેસ્ટ પણ હોય….
– ગેંગટોક : હિમાલય પર્વતશ્રંખલામાં વસેલું ગેંગટોક હરવા ફરવા માટે ઉત્તમ સ્થળ છે. કુદરતી વાતાવરણ, રોપ-વેની સફર અને ગગનચુંબી પર્વતો તેની ખુબસુરતીને ચાર ચાંદ લગાવે છે. શિવજીના કૈલાશમાં જવાના દ્વાર પણ ગેંગટોકમાંથી ખુલે છે.
– કંચનજંગા : કંચનજંગ વિશ્ર્વના ત્રીજા નંબરનો સૌથો મોટો પર્વત છે. પાંચ ધાતુઓ ધરાવતા આ પર્વતમાં ગોલ્ડ, સિલ્વર, જેમ્સ તેમજ અનાજો પણ છે જો કે પર્વતારોહણ સરળ વસ્તુ નથી. પરંતુ એડવેન્ચરના શોખીનો માટે શ્રેષ્ઠ છે. આટલો મોટો પર્વત હોવા છત તે વાદળોમાં ગાયબ થવાની ખૂબી ધરાવે છે. બર્ફથી ઠંકાયેલા કંચનજંગાનો અનુભવ તમને મંત્રમુગ્ધ કરી દેશે.
– હિમાલય ઝુલોજીકલ પાર્ક : ગેંગટોક સિક્કમમાં આવેલું ઝૂલોજીકલ પાર્ક ખૂબ જ વિશાળ પ્રાકૃતિક વાતાવરણ અને પશુ-પ્રાણીઓથી ભરપુર છે. આ ઝૂમાં સ્નો લેપર્ડ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં વોટર ટાવર પણ છે જે તમને પર્વતના પ્રાણીઓની સફારી અને નયનરમ્ય અનુભવ કરાવશે .આ ‘ઝૂ’ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવે છે.
– ઉદયપુર : ઇતિહાસ અને પરંપરાની ઝાંખી ધરાવતા ઉદયપુરમાં તમને રસપ્રદ વાતો, અવનવા શાહી ખાન-પાન, શાહી રજવાડી મહેલો જોવા મળશે. ઉદયપુરમાં અઢળક હિન્દી ફિલ્મોનું શુટીંગ પણ થયું છે. જેમાં તેમાં બોટની સફર કરી તમારી યાત્રા રમણીય બનાવી શકશો…..
– શાંતિનિકેતન : કોલકાતાથી ૨૧૨ કિ.મી. દૂર શાંતિનિકેતન આવેલું છે. જે ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. જેનું નિર્માણ ટાગોર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જે એક બ્રહ્માચાર્ય આશ્રમ છે જેમાં તેનુ કેમ્પસ, મ્યુઝીયસ, ચીના ભવન, ભિચિત્ર ભવન આકર્ષણનું કેન્દ્ર છે.
– ગોવા : દરિયા નારિયેલી અને પ્રાકૃતિક વાતાવરણથી ભરપુર નાનુ એવુ ગોવા પર્યટકો માટે આર્કષણનું કેન્દ્ર છે.
ગોવામાં વોટર એડવેન્ચર, ક્લબ, સીફુડ સૌથી વધુ માત્રામાં યુવા વર્ગને આકર્ષે છે.