સ્વદેશી બનાવટનું INS કિલતાન ભારતીય નેવીમાં સામેલ થઈ ચૂક્યું છે. સંરક્ષણમંત્રી સીતારામને નેવીના એન્ટિ સબમરીન વૉરશિપ INS કિલતાનને નેવીમાં કમિશન અપાવ્યું છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે તે દુશ્મનની કોઇપણ સબમરીનને થોડીક જ મિનિટોમાં નિશાન બનાવીને તેને નષ્ટ કરી શકે છે. આ સ્ટીલ વૉરશિપનું નામ લક્ષદ્વીપ અને મિનિકોય દ્વીપસમૂહની નજીક આવેલા એક નાનકડા દ્વીપના નામ પરથી રાખવામાં આવ્યું છે. આઇએનએસ કિલતાન ઇસ્ટર્ન નેવલ કમાન્ડની પાસે રહેશે અને કમિશનના પહેલા જ દિવસે તે પોતાની જવાબદારી સંભાળી શકે છે. દેશમાં બનેલા શિવાલિક ક્લાસના વૉરશિપમાં તેનો ત્રીજો નંબર છે. આ પહેલા INS કાર્મોતા અને INS કદમત્ત ઇન્ડિયન નેવીને સોંપાઇ ચૂક્યા છે. ત્રણેય વૉરશિપમાં નેવીના હથિયારો હાજર રહેશે. આ ઉપરાંત ઇટેક સેન્સર્સ લાગેલા છે જે કોમન ઓપરેશનલ પિક્ચર (COP) મેળવવામાં મદદ કરશે. એટલે કે યુદ્ધ દરમિયાન ત્રણેય વૉરશિપ એકસાથે જ ઓપરેટ કરી શકાશે. કિલતાન દેશનું પહેલું એવું વૉરશિપ છે, જેને બનાવવામાં કાર્બન ફાયબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તેના સ્ટીલ ફીચર બાકીના જહાજોની સરખામણીએ વધુ સારા બની જાય છે. કાર્બન ફાયબર હલકા હોય છે એટલે તેમનું વજન ઓછું છે અને મેન્ટેનન્સ પણ સસ્તું રહેશે. આવનારા સમયમાં તેના પર શોર્ટ રેન્જ મિસાઇલ અને જંગી હેલિકોપ્ટર પણ તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત મોસ્ટ એડવાન્સ સોનાર અને સર્વિલાંસ રડાર રેવતી પણ તેના પર તહેનાત કરવામાં આવશે.
Trending
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન
- કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે: રાજ્યપાલ