૨૯ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ મનાવવામાં આવે છે. હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ પર તંદુરસ્ત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે છે. રાષ્ટ્રીય રમત દિવસનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિના જીવનમાં રમતગમત અને દૈનિક પ્રવૃત્તિઓના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
રાષ્ટ્રીય રમત દિવસનો ઇતિહાસ શું છે?
રાષ્ટ્રીય રમત દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને સૌ પ્રથમ વર્ષ ૨૦૧૨માં ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રમત દિવસ દેશના પ્રખર રમત પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર છે. રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી પાછળનું મુખ્ય કારણ રમતગમતની ભાવનાને તથા વિવિધ રમતોનો પ્રચાર કરવાનું છે.
ફિટ ઇન્ડિયા કેમ્પેન
વર્ષ 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ‘ફિટ ઇન્ડિયા કેમ્પેન’ શરૂ કર્યું હતું. દેશવ્યાપી અભિયાનનો હેતુ લોકોને તેમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિ અને રમતગમત લાવવા પ્રોત્સાહિત કરવાનું છે. આ અંતર્ગત ફિટ ઇન્ડિયા આંદોલન અંગે સરકારને સલાહ આપવા માટે ઘણા સરકારી અધિકારીઓ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) ના સભ્યો, રાષ્ટ્રીય રમત ગઠબંધન, ખાનગી સંસ્થાઓ અને માવજત પ્રમોટરોની બનેલી એક સમિતિની રચના કરવામાં આવી હતી.
ફીટ ઈન્ડિયા મુવમેન્ટના અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને એ સમજાવવાનું લક્ષ્ય છે કે તેઓ લોકશાહી દેશના નાગરિક છે જે સંસ્કૃતિ અને ધર્મની દ્રષ્ટિએ વિવિધ છે પરંતુ વિવિધતામાં એકતા છે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પણ પરંપરાગત રમતો રમવામાં આવી હતી.