આજે વિશ્વમાં મહિલા પણ પુરુષના ખંભા સાથે ખંભો મેળવી ને ચાલી રહી છે.આજે મહિલા અનેક ક્ષેત્રોમાં ઝળહળી રહી છે .
તેવા સમયમાં જયપુરની મંજુ દેવી રેલ્વે સ્ટેશનની પ્રથમ કુલી મહિલા છે.પુરુષની જેમ આ મહિલા પણ વજનદાર સામાન ઉઠાવે છે.આ મહિલા પોતને કોઈ બીજા પુરૂષથી કમજોર નથી સમજતી.
પોતાની જીવન જરૂરિયાત પૂરી પાડવા માટે તેમણે આ કામની શરૂઆત કરી હતી.તેમના પતિ પણ કુલી કામ કરતા હતા.
પરંતુ તેમની મૃત્યુબાદ પોતાના બાળકોને ભણાવવા માટે તેમને આ કામ શરૂ કર્યુ.તેમને પેલાંથી જ લાગતું હતું કે મહિલા શારીરિક મહેનત વાળું ઘર કામ કરી શકે તો તે બહારના કામ કેમ ના કરી શકે?…
તમને જાણીને આશ્ચર્ય થશે કે મંજૂ તે ૧૧૨ માહિલમાંથી એક હતી કે જેને બાલ વિકાસ મંત્રાલય દ્વારા ૨૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સમ્માનિત કરાયા.જેમાં એશ્વર્યા રાય , નિકોલ ફારિયા , અંશુ જમસેપા હાજર હતા.