ઘણી વખત આપણે અચરો કચરો બહારનું જમવાનું ખાઇ લેતા હોય ત્યારે પેટમાં બળતરા, બેક્ટેરીયાનું પ્રમાણ અને અપચા જેવી તકલીફો સર્જાતી હોય છે. જ્યારે પણ તમે ખરાબ આહાર લઇ લ્યો છો ત્યારે શરીરમાં બગડેલું કે વાસી ખોરાક લેવાઇ જાય છે ત્યારે જમ્સ અને વાઇરસને કારણે પાચનશક્તિ નબળી પડી જાય છે અને પેટમાં ગડબડ થાય છે તે જ છે ફૂડ પોઇઝનીંગ… ફૂડ પોઇઝનીંગ ઘણી વખત બહારનું જંક ફૂડ ખાવાથી પણ થતું હોય છે અથવા તો વાસી ખાવાનું લેવાથી પણ પેટમાં દુ:ખાવાની તકલીફ થતી હોય છે.
– જે લોકો ફૂડ પોઇઝનીંગ ભોગવી રહ્યાં હોય તેમને પેટમાં દુ:ખાવાની સમસ્યા થાય છે.
– ફૂડ પોઇઝનિંગનું સૌથી મોટુ લક્ષણ ડાયરીયા છે. પેટમાં વાયરસ, પેરાસાઇટ્સ અને બેક્ટેરિયા આવી જવાથી ડાયરિયાની તકલીફ થાય છે. તમને પેટના ઉપરના ભાગમાં પાણીનો દબદબો હોવાનો અહેસાસ થાય છે અને આમ છતા વારંવાર તરસ તો લાગે છે પરંતુ સંતોષ મળતો નથી.
– જ્યારે પણ ફૂડ પોઇઝનીંગ થાય તે કાં તો ખોરાકને લઇને થાય અથવા પીણાંને લઇને થાય છે જેમાં રહે ગયેલા બેક્ટેરિયા શરીરમાં જતા ઉલ્ટી થાય છે
– જાણો ફૂડ પોઇઝનીંગ બાદ આ આહાર લેવા લાભ દાયક…..
ફૂડ પોઇઝીંગ દરમિયાન શરીરમાં પાણીની કમી થઇ જતી હોય છે જેને લઇને ઉલ્ટીની સમસ્યા થાય છે માટે તેનાથી છૂટકારો મેળવવા બંને તેટલું તરળ પદાર્થ લેવું ખાસ તો બોડીને ડીહાઇડ્રેશનથી બચાવવા માટે બંને તેટલુ પાણી પીવાની ટેવ રાખવી . જો તમને પાણી પીવામાં તકલીફ થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
– આ ઉપરાંત તમે બ્રેટ ડાયટ ચાર્ટનો ઉપયોગ કરી શકો છો બે્રટ એટલે કે બનાના, રાઇસ એપલસોસ અને ટોસ્ટ આ ચારેય વસ્તુઓનો ઉપયોગ ફૂડ પોઇઝીંગમાં રાહત અપાવે છે તેમજ આ ખોરાક એકદમ હળવા છે. ડેરી પ્રોડક્ટ જેવા ભારે ખોરાકને ટૂંક સમય માટે ટાળવું હિતાવહ છે.