સોશિયલ સાઇટ પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હોટલનું બિલ ભરવાથી બચવા માટે એક શખ્સ ટેલિફોનના તારના સહારે હોટલમાંથી ભાગતો નજરે આવી રહ્યો છે. જો કે, આ શખ્સ તારના સહારે ભાગવાનો પ્રયાસ કરતા અર્ધ વચ્ચે જ ફસાઇ જાય છે.

આ વીડિયો એક ચીની શખ્સનો છે. વીડિયો નિહાળ્યા બાદ એવું લાગે છે કે, આ શખ્સ બિલ ભરવાથી બચાવ માટે પોતાનો જીવ દાવ પર લગાવી રહ્યો છે. એક તબક્કે તો વીડિયો જોતા એવું લાગે છે કે, આ શખ્સ સ્ટંટ કરી રહ્યો હશે. પરંતુ, તે હકીકતમાં સ્ટંટ નથી કરતો પણ બિલથી બચવા માટે તારના સહારે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વીડિયો અનુસાર, આ શખ્સ હોટલના 19ના માળથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, આમ કરવા જતા તે ફસાઇ જાય છે. અલબત્ત બાદમાં ફાયર વિભાગે તેને બચાવી લે છે. આ શખ્સની ઓળખ હજી સુધી થઇ શકી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.