સામગ્રી :
- ૧ કપ ચોળા
- ૧ ચમચી આખુ જીરૂ
- ટ ચમચી અજમો
- ૧/૨ ચમચી છીણેલું આદુ
- ૧ ચમચી ડુંગળી
- ૩ લીલા મરચા
- ૩-૪ કઢી પત્તા
- ૧ ચમચી લીલા ધાણા (કટ કરેલા)
- મીઠું સ્વાદ અનુસાર
- તેલ તળવા માટે
રીત :
“ચોળાના વડા” બનાવવા માટે સૌથી પહેલાં ચોળાને ૩-૪ કલાક પલાડી રાખો.
ત્યાર બાદ ચોળામાં અજમો, જીરૂ અને આદુ એડ કરીને મિક્ચરમાં ક્રશ કરી લો.
હવે આ પેસ્ટમાં ડુંગળી, લીલા મરચા, કઢી પત્તા મીઠું અને ઘાણા એડ કરીને બરોબર મકિસ કરો.
એક પેનમાં ધીમા તાપે તેલ ગરમ કરો.
પેસ્ટને હથેળી પર વચ્ચે રાખીને ચપટો આકાર આપીને વડા તૈયાર કરો.
હવે તેને લાઇટ બ્રાઉન કલરના તળી લો.
વડા બનાવતી વખતે હથેળી પર થોડુ તેલ લગાવી દેવું જેથી. ખીરૂ હથેળી પર ચોટશે નહીં.
તૈયાર ચોળાના વડાને તમે ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.