આઇ મેકઅપ કરવામાં પડે છે પરેશાની તો ટ્રાય કરો આ ઇઝી ટીપ્સ…

સુંદર આંખએ તમારા લુકને વધુ સુંદર બનાવે છે. પરંતુ આંખને સુંદર બનાવામાં ઘણી મહેનત લાગે છે. ઘણીવાર એવું બને છે કે આઇ મેકઅપ કરવા માટે તમારી પાસે પુરતા પ્રમાણમાં પ્રોડક્ટ ન હોય. પરેશાન થવાની જરૂર નથી. હવે તમે સરળતાથી ઘરે આઇ-મેકઅપ કરી શકો છો. જાણો આવીજ કેટલીક ઇઝી ટીપ્સ વિશે..

તમારે કોઇ પાર્ટીમમાં જવું છે કે અને જો આઇલાઇનર ખત્મ થઇ ગયું છે તો ચીંતા ના કરો તમારી આઇ પેન્સિલને માચીસ કે લાઇટર પાસે રાખી પછી ઠંડુ કરીને તેનો ઉપયોગ કરી શકશો..

ઘણીવાર કાજલ આઇ લાઇનર પેન્સિલ સરળતાથી શાર્પ નથી થતી. સાથે જ ઘણીવાર શાર્પનેસ માટે જ‚રતથી વધારે શર્પ થવાથી પ્રોડક્ટ બરબાદ થઇ જાય છે તેને શાર્પ કરતા પહેલા ૧૦ મિનિંટ ફ્રિજમાં રાખી દો. પછી તેનો ઉ૫યોગ કરો.

જો તમે ઇચ્છો છો કે, તમારા આઇ શેડો નો કલર સંપુર્ણ રીતે દેખાય તો પહેલા તમારી આઇલિડ્સ પર વ્હાઇટ આઇ શેડો લગાવો. ત્યારબાદ તમે તમારા ફેવરિટ આઇશેડો લગાવો આનાથી તમને સુંદર લુક પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.