સ્પર્મ એટલે કે પુરુષના શુક્રાણુઓ જે સેક્સ લાઈફમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.પરંતુ આ સ્પર્મને નુકશાન પહોંચાડતા અનેક તત્વો આપડી આસપાસ જ હોય છે. જેમાં અનહેલ્ધી ફૂડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજી અનેક નાની નાની બાબતો છે આપની ડિંચર્યાનો ભાગ હોવાની સાથે સાથે કુટેવની પણ બુમિકા ભજવે છે. જેની નકારાત્મક અસરો શુક્રાણુની ગુણવત્તા પર પડે છે. કેવી ટેવો કુટેવો સાબિત થાય છે તે જોઈએ…
કાર્બોહાઈડ્રેડેડ ડ્રિંકનો અતિરેક…
જો તમને કાર્બોહાઈડ્રેડેડ ડ્રિંકનો અથવા ફિઝ્ઝીડ્રિંકનો શોખ છે અને દિવસમાં એક કરતાં વધારે વાર એ પ્રકારના પીણાં પીઓ છો તો ચોકકસપણે તમારા સ્પર્મની દતિશીલતને નુકશાન થાય છે.આ ઉપરાંત બિયારનું અતિ સેવન પણ એ રીતે જ નુકશાનકારક છે.
ફોનને ટ્રાઊઝરના પોકેટમાં રાખો છો તો…….?
પેન્ટના આગળના પોકેટમાં ફોનને રાખવો એ સુરક્ષાની દ્રષ્ટિએ સારી આદત છે પરંતુ ફોનના રેડિએશન્સ પુધના ગુપતંગથી નજીક હોવાથી તેને નુકશાન પહોચડે છે,અને સ્પર્મ કાઉન્ટને પણ ઓછા કરે છે. જેના માટેના અધ્યાયનમાં પણ જાણવા મળ્યું છે કે આ રીતે ફોન રાખવાથી 9% સ્પર્મ કાઉન્ટ ઘટે છે.
લેપટોપને ખોળામાં રાખીને કામ કરો છો તો….
ખોળામાં લેપટોપ રાખીને કામ કરવું એ સગવડતા ભર્યું છે, પરંતુ એ પરિસ્થિતી તમારી બાળક લાવવાની ક્ષમતાને નુકશાન પહોચાડે છે. એ સાથે જ તમારા શુક્રાણુઓની ગુણવત્તાને પણ ઘટાડે છે. લેપટોપ ખોડામાં રાખવાથી તેના ટેસ્ટીકલ્સ ગરમ થાય છે જેનાથી શુક્રાણુઓ મૃત્યુ પામે છે.
અતિ ગરમ પાણીથી સ્નાન કરો છો તો…..
આખો દિવસ કામ કર્યા બાદ ઘરે આવી ગરમ પાણીથી ન્હાવું એ મોટા ભાગના લોકોની ટેવ હોય છે, વરાળ નીકળતા અતિ ગરમ પાણીથી ન્હાવું એ શરીરના અન્ય ભાગો માટે કદાચ આરામ આપે છે પરંતુ તમારા શરીરના અત્યંત નાજુક એવા ગુપ્તાંગને નુકશાન પહોચાડે છે.
અપૂરતી નિન્દ્રા ….
જેમ તમારા શરીરને આરામની જરૂર હોઈ છે , એજ રીતે મગજ અને શુક્રાણુઓને પણ આરામની જરૂરત હોય છે. શુક્રાણુઓને તેની યોગ્ય કાર્યદક્ષ્તા માટે ઊંઘની જરૂર રહે છે. જેના માટે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવી ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત જો પૂરતી ઊંઘ લેવાઈ શક્ય નથી તો યોગનો પણ સહારો લઈ શકો છો.
ટાઈટ જીન્સ પહેરો છો તો….
ટાઈટ જીન્સ આકર્ષક લૂક તો આપે છે પરંતુ શુક્રાણુઓની ગુણવત્તાને ઘટાડે છે. ફિટ પેન્ટ તમારા ટેસટીકલ્સને ગરમ કરે છે જે સ્પર્મ માટે સરી બાબત નથી.
આ ઉપરાંત ધૂમ્રપાન,સ્ટ્રેસ, મદિરાપાન,સેક્સ ટોયસનો ઉપયોગ જેવી બાબતો પણ શુક્રાણુઓને નુકશાનકર્તા છે.