બોગસ યુનિવર્સિટીમાં એડમિશન લેવાથી બચવા યુજીસીની વિદ્યાર્થીઓને સલાહ
માન્યતા ન હોવા છતાં પૈસા એઠવાની લાલચે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડતી ૨૪ બોગસ યુનિવર્સીટીનો યુજીસીએ પર્દાફાશ કર્યો છે. ૨૪ બોગસ યુનિવર્સિટીઓમાંથી ૮ નો માત્ર દિલ્હીની જ છે. ઉચ્ચતર શિક્ષણનાં આધારે તમામ ખોટી યુનિવર્સિટીઓની માહિતી યુજીસીની વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યું ડોટ યુજીસી ડોટ એટી ડોટ ઈન પર ઉપલબ્ધ છે. કમિશને આ યુનિવર્સિટીમાં એડમિશન ન લેવા વિદ્યાર્થીઓને સાવચેત કર્યા છે. દિલ્હી ઉપરાંત બિહાર, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓડિસા અને પોંડેચેરીમાં આ ખોટી યુનિવર્સિટીઓ રહેલી છે.
જેમાં મૈથલી વિશ્ર્વવિદ્યાલય, બિહાર, કોમર્શિયલ યુનિ. દિલ્હી, વોકેશ્નલ યુનિ. દિલ્હી, યુનાઈટેડ નેશન યુનિ. દિલ્હી, એડીઆર સેન્ટ્રીક જયુરીડિકલ યુનિ. દિલ્હી, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ એજયુકેશન દિલ્હી, વિશ્ર્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ એમ્પલોયમેન્ટ દિલ્હી, આધ્યાત્મિક વિશ્ર્વ વિદ્યાલય દિલ્હી, વડગન્વી સરકાર વર્લ્ડ ઓપન યુનિ. એજયુ. સોસાયટી કર્ણાટક, સેન્ટ જોન્સ યુનિ. કેરલ, રાજા અરેબિક યુનિ. નાગપુર, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ અલ્ટરનેટીવ મેડીસીન કોલકાતા, ઈન્સ્ટિટયુટ ઓફ અલ્ટરનેટ મેકિસીન એન્ડ રિસર્ચ, કોલકાતા, આદી બોગસ યુનિવર્સિટીની યુજીસીએ સુચી જાહેર કરી છે.
ગત વર્ષે યુનિવર્સિટીએ ૨૨ બોગસ યુનિવર્સિટીની સુચી જાહેર કરી હતી યુજીસીએ ૧૨૩ ડિમ્ડ યુની.ના નામમાંથી યુનિવર્સિટી શબ્દ કાઢી નાખવાનું કહ્યું છે. એડમિશનનું સત્ર ચાલી રહ્યું છે. અને માટે જ વિદ્યાર્થીઓનું ભાવિ બોગસ યુનિવર્સિટીને કારણે ન બગડે માટે આ લિસ્ટ જાહેર કરાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com