સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રેઢિયાળ ઢોરે અડીંગો જમાવતા પ્રસુતાઓ પરેશાન
મોરબી સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રનો રેઢિયાળ ઢોર ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા વગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા સમયથી ગાય-ખુટિયા ચોગાન ને બદલે હોવી તો અંદર વોર્ડ સુધી પહોંચી ગયા છે અને ગાયનેક વિભાગમાં તો આવન જાવનના માર્ગનો કબજો લઈ લેતા પ્રસુતાઓ મુશ્કેલી માં મુકાઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલના નિમભાર
તંત્રથી ખુદ રાજ્ય સરકાર વાકેફ છે ત્યારે હવે તો હદ વટાવી સિવિલ હોસ્પિટલના સતાધીશો દ્વારા માણસોની સારવારની સાથે સાથે પશુ દવાખાનું શરૂ કર્યું હોય તેમ સિવિલ હોસ્પિટલના વોર્ડમાં ગાય-ખુટિયા આંટાફેરા વધી ગયા છે.
એમાં પણ ખાસ કરીને મોરબી સીવીલ હોસ્પીટલના ગાયનેક(મહિલા) વોર્ડમાં જવાના રસ્તા ઉપર ગાયો અને ખુટિયા અડીંગો જમાવી દેતા હોય રાત્રીના સમયે ડિલિવરી માટે આવતી મહિલાઓ અને ૧૦૮ જેવી ઇમરજન્સી સેવાઓને મુશ્કેલી પડી રહી છે
આશ્ચર્ય તો એ વેટ નું છે કે મોરબી સિવિલ હોસ્પિટલમાં આવરાતત્વો કે અન્ય સલામતી માટે કાગળ ઉપર ત્રણ-ચાર સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે પરંતુ દિવસના સમયે ભાગ્યે જ જોવા મળતો સિક્યોરિટી ગાર્ડ રાત પડતાજ અંધારામાં ઓગળી જાય છે.
આ સંજોગોમાં હોવી મોરબીની સિવિલ હોસ્પિટલ હોવી ઢોરવાડામાં ફેરવાયાની શહેરીજનોને પ્રતીતિ થઈ રહી છે.