ભારતની જેમ પાકિસ્તાનને પણ ગંદકીનું સામ્રાજ્ય પરેશાન કરી રહ્યું છે. ત્યાં પણ આ દૂષણનો લોક જાગૃતિ સિવાય કોઈ ઉકેલ નથી. ત્યારે પાકિસ્તાનમાં સ્વચ્છતાની જવાબદારી દસ વર્ષની બાળકીએ ઉપાડી લીધી છે. ઝીમલ ઉમર નામની આ બાળકી પાકિસ્તાનની સૌથી નાની ઉધ્યોગ સાહસિક છે. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ પ્લાસ્ટિક ગંદકી ઠેર-ઠેર જોવા મળી રહી છે. આ બેગ બાયોડિગ્રેડેબલ નથી અને લોકો બેદરકાર બનીને તેને ફેંકી દે છે. તેઓ રિસાયક્લિંગ વિશે વિચારતા જ નથી. આવા કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે આ દેશમાં ક્યારેય કોઈ પગલાં લેવાયાં નથી. અડધા ઉપરાંત ભાગનો કચરો સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને પર્યાપ્ત લેન્ડફિલ સાઇટ્સનો અભાવ છે. સામાન્ય રીતે આવા કચરાનો નિકાલ તેને ડમ્પ કરીને અથવા તો બાળી નાખીને કરવામાં આવે છે. જ્યારે એકત્રિત ન થયેલો કચરો જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. ઝીમલ ઝીબેગ્સની મદદથી પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ અંગે જાગરૂકતા વધારવા માટે પ્રયાસ કરી રહી છે. સ્કૂલે જતી ઝીમલ જૂના ન્યૂઝપેપરમાંથી સુંદર અને સુશોભિત ગીફ્ટબેગ બનાવે છે. માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં ઝીમલ સેંકડો બેગ્સ વેચી છે જેમાંથી ચાર હજારથી પાંચ હજાર ડોલર સુધી કમાણી થઈ છે.
‘સ્વચ્છ પાકિસ્તાન’નું ભારણ છે આ બાળકીના ખભે..
Previous Articleનવાઝ શરિફ સામે નિકળ્યું ધરપકડ વોરંટ…
Next Article દારૂ પીને લોકો અંગ્રેજી કેમ બોલે છે? આ રહ્યું કારણ..