વરસાદી ઋતુ બધાને પસંદ હોય છે આ ઋતુને યાદગાર બનવા તેમજ ફેમિલી સાથે સમય પસાર કરવાનું બધાને પસંદ હોય છે.ભીડથી દૂર કોઇ સુંદર જગ્યાએ ફરવા જવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે તમને એવી જ્ગ્યા વિષે જણાવીશું જે વરસાદી ઋતુ માટે ફરવા જવાની શ્રેષ્ઠ જ્ગ્યા છે…કેરલના કોચી શહેરથી ૮૦કિમી દૂર આ એક નાનકડું શહેર છે અલ્લેપી… જે દેશના કિનારા વાળા શહેરોમાં ખાસ ગણાય છે અને વરસાદી ઋતુમાં તેની સુંદરતા બમણી થઈ જય છે.
અલ્લેપી તેની સુંદરતા તેમજ હાઉસબોટ માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યાં ટ્રોફી બોટ ની રેસ પ્રતિયોગિતા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાંનું દ્રશ્ય કોઈ ફિલ્મના સીન થી કામ નથી લાગતું દૂર દૂર સુધી ફેલાયેલા ખેતરો , પાણીઑની વચ્ચે ઉગેલા નાળિયેરીના ઝાડ બધુ આપણને પ્રક્રુતિ સાથે આપણને કઈક અલગ જ અનુભૂતિ કરાવે છે
અલ્લેપીને અલ્લેપૂજહા પણ કહેવાય છે જેનો અર્થ થાય છે કે તે જ્ગ્યા સમુદ્ર અને નદીનો સંગમ કરાવે છે. ત્યાં ના લક્ઝરી હાઉસબોટ તેનો આનંદ માણવા માટે દૂર દૂર થી લોકો આવે છે એ હાઉસબોટ માં નીચે બે – ત્રણ રૂમ સુવિધા સાથે છે બોટ માં પાર્ટી કરવા માટે પણ પૂરી વ્યવસ્થા આપેલ છે જ્યાં ખાવા પીવાની પણ પૂરી વ્યવસ્થા આપેલ છે. હર એક હાઉસબોટ માં પોતાનું જનરેટર આપેલ હોય છે હાઉસબોટમાં એ.સી ની પણ વ્યવસ્થા આપવામાં આવેલ છે
અલ્લેપી બીચ પણ ત્યાં જોવાલાયક બીજો નજારો છે ત્યાંથી આરબસાગરનો સૌથી સુંદર દ્રશ્ય જોવા મળે છે ગોલ્ડન રેતી અને વાદળી સમુદ્રનું પાણી ખૂબ જ આકર્ષક જોવા મળે છે.ત્યાંનો સૂર્યાસ્ત પણ જોવા લાયક હોય છે વરસાદી ઋતુમાં ત્યાં ફરવા જવાંનું તે શ્રેષ્ઠ સ્થળ ગણાય છે.