આમળા આરોગ્ય માટે શ્રેષ્ઠ તેમજ ઉપયોગી છે. આમળા ખાવાથી શરીરમાં ઉર્જા અને ત્વચામાં ચમક આવે છે તો વાળના ગ્રોથ માટે પણ આમળાનો ઉપયોગ કરવામાં આવે છે, આમ તો ખારા આમળા સૌ કોઇ અલગ-અલગ રીતે ખાતા હોય છે. કોઇ કાચા, તો કોઇ હળદર-મીઠામાં આથેલા, તો કોઇ અથાળુ બનાવી આમળાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ બાળકો માટે આમળા ફેવરીટ બનાવવા માટે તમે તેનો જેમ બનાવી નવતર ઉપયોગ કરી શકો છો. તો જાણી લો નોંધી લો આમળા જીંજરનો સ્પાઇસી જેમ કઇ રીતે બનાવશો ?
સામગ્રી :
– ૨૫૦ ગ્રામ આમળા, ૫૦ ગ્રામ કૂણું તાજુ આદું,
– ૩૦૦થી ૩૨૫ ગ્રામ ખાંડ
– ૧ ટી સ્પુન મધ
– ૦૧૧ તજ, લવિંગ, ઇલાયચીનો પાઉડર, ચપટી કેસર.
રીત :
– આમળા તથા આદુને ધોવા, આદુને છોલીને કટકા કરવા.
– બંનેને એક વાસણમાં મુકી પ્રેશર ફૂંક કરવા, ૫ થી ૬ સીટી વાગે બાદમાં ધીમા તાપે રાખવા.
– આમળાના કટકા કરી ઠળીયા દૂર કરવા તેમાં ખાંડ ઉમેરવી.
– ખાંડનું પાણી વળે એટલે આમળા, આદુ, ખાંડનો રસો બ્લેન્ડરમાં નાખી, સુંવાળો પલ્પ બનાવવો.
– તેને મોટી પ્લાસ્ટીકની ગરણીમાંથી ગાળવું, દબાવીને બધો પલ્પ ચાળી લેવો.
ઉપર રહેલા થોડા રેસા કાઢી નાંખી બાકીની ખાંડમાં પલ્પ ભેળવી દેવો.
– હવે ધીરા તાપે ખદખદવા દેવુ, તેમજ સતત હલાવતા રહેવું બાદમાં પલ્પ સહેજ જાડો થાય એટલે તરત જ ઉતારી લેવો.
– તેમા તજનો પાઉડર, કેસર, મધ નાખીને સ્પાઇસી જેમ તૈયાર કરવો
આ જેમ વડીલો સહિત બાળકોને સૌ કોઇને ભાવશે, તો તમે પણ ઘરે બનાવો સ્પાઇસી જેમ.