ગાયનું દૂધ સૌથી વધુ પોષણભર્યુ હોય છે, જેનાથી માખણ, ચીઝ અને દહીં બને છે તો આઇસ્ક્રીમ, શેક અને સ્મૂધી માટે પણ હું તમને જણાવી દઉ કે ગરમ કે પાસ્રચ્ચુરાઇઝડ મિલ્ક કરતા કાચુ દૂધ વધુ ગુણકારી હોય છે. સૌથી પહેલા તો કાચુ દૂધ સૌથી મોટી તકલિફ ‘બ્લડ પ્રેશર’થી નીઝાત આપે છે. કાચુ દૂધ પિવાથી તેમાં રહેલા પ્રોટીનને કારણે શરીરનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. અને મિનરલ શરીરમાં સપ્રમાણ રહે છે.
જેવી રીતે દહીંમાં ગુડ બેક્ટેરિયા હોમ તેવી જ રીતે કાચા દૂધમાં પણ ગુડ બેક્ટેરીયા રહેલા હોય છે.
તે એક ખૂબ જ યોગ્ય પિણું છે જે તમારી પાચનશક્તિને નિયંત્રિત કરે છે તો અન્ય ખોરાક કરતા તેમાં વધુ મિનરલ પણ હોય છે. કાચુ દૂધ વિટામિનથી ભરપૂર હોય છે તેમાં વિટામિન ‘એ’, ‘કે’ અને ‘ઇ’ રહેલા છે આ ઉપરાંત તેમાં વિટામિન સી અને ‘બી’ ના પણ ગુણો છે. જે દૂધ ગરમ કરવાથી નષ્ટ પામે છે. દૂધમાં રહેલા મિનરલ તેમજ વિટામિન આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી બને છે. દૂધ કેલ્શિયમ માટે બેસ્ટ છે. ત્યારે કાચા દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. જે તમારા હાંડકા અને દાંતને મજબૂત બનાવે છે.
કાચુ દૂધ ત્વચા માટે બેસ્ટ મોઇશ્ર્ચરાઇઝર તેમજ સ્કિન ટોનર છે. શિયાળામાં તમે ત્વચાને કોમળ બનાવવા ઉપયોગ કરી શકો છો, તેનો નિયમિત ઉપયોગ કરવાથી ચેહરો અને ત્વચા ખીલી ઉઠે છે. કાચુ દૂધ જેટલુ ગુણકારી છે તો તેની અમુક લિમિટેશન પણ છે માટે તમારા શરીર પ્રમાણે તેની ડોક્ટર પાસે સલાહ લઇ યોગ્ય ઉપયોગ કરવો.