મનની શક્તિ અપાર હોય છે. મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત આ એક સત્ય વચન છે. કોઈ પણ પરિસ્થિતિમાં મન પર નિયંત્રણ રાખવું એ ખુબજ જરૂરી છે. ખાસ કરી ને જયારે પરિસ્થિતિ અનુકુળન હોય ત્યારે. આજે સમગ્ર વિશ્વ જગત કોરોના સામે જંગ લડી રહ્યું છે. આ એક વિકરાળ સ્થિતિ કહી શકાય. આવો ખરાબ સમય આવશે એ કોઈએ વિચાર્યું પણ નહોતું. વિશ્વના દરેક દેશ આવિકટ પરિસ્થિતિમાં થી કેમ બાહર આવવું એ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી કે સારો સમય ખૂબ જ ઝડપથી આવશે.
કોરોનાનો પ્રભાવ શરીર ઉપર થાય છે જેના નિરાકરણ માટે મેડીકલ સાયન્સ, વૈજ્ઞાનિકો અને વિશ્વ કક્ષાના તબીબો રાત-દિવસ કાર્ય કરી રહ્યા છે. પણ કોરોના માનસિક રીતે જે રીતે લોકોને પ્રભાવિત કરી રહ્યોછે એચિંતાનું કારણ છે. કોરોનાના માનસિક રીતે થતા પ્રભાવોને રોકવું એ શક્ય બની શકે છે પણ એ માટે આપની માનસિક તૈયારી હોવી ખુબજ જરૂરી છે. 1.ડર ને દૂર કરો – પહેલાં મનમાં રહેલા ડર ને દૂર કરો. ડરથી શરીરમાં થતા અંત:ગ્રંથી સ્ત્રાવમાં અસંતુલન થાય છે.
ભયમુક્ત બનો. ભય બીમારીને જન્મ આપે છે અને સાજા વ્યક્તિ પણ ભયના કારણે બીમાર પડી જાય છે. 2. મનને મજબૂત રાખો – મનથી મજબૂત અને દૃઢ બનો જેના કારણે કોઈ પણ બીમારી ને તમે હરાવી શકો. 3.નકારાત્મક વિચારો થી બચો – નકારાત્મક વિચાર ન કરો. વારંવાર નકારાત્મક વિચારોથીશરીર ઉપર ખરાબ અસર થાય છે.હકારાત્મક સોચ રાખો.હકારાત્મક વિચાર રાખો જેથી નકારાત્મકતા થી બચી શકાય છે.4. હું સ્વસ્થ છું એવી ભાવના રાખો – સ્વ સુચન આપો કે હું સ્વસ્થ છું. સ્વ સુચન (ઓટો સઝેશન) શરીરના દરેક કોષોને સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. 5.ધ્યાન માટે સમય સુનિશ્ચિત કરો – ધ્યાન દ્વારામનની શાંતિ અનુભવી શકાય છે. દિવસમાં થોડો સમય ધ્યાન કરવાથી મનમાં શાંતિ, પ્રસન્નતા અને આત્મ વિશ્વાસ ની અનુભૂતિ થાય છે.
6.નિયમિત યોગ કરો સ્વાસ્થ્ય માટે યોગના મહત્વને સમજો અને નિયમિત યોગ કરો. 7.પ્રાણાયામ કરો પ્રાણાયામ દ્વારા અનેક વ્યાધિઓ દૂર કરી શકાય છે. શરીર માં ઓક્સીજનની માત્રા સંતુલિત રહે એ માટે પ્રાણાયામ ખુબજ ઉપયોગી છે. નિયમિત પ્રાણાયામથી અનેક લાભ થાય છે.8.પૌષ્ટિક આહાર શરીરને સ્વસ્થ રાખવામાં પૌષ્ટિક આહારની ભૂમિકા અગત્યના હોય છે માટે પૌષ્ટિક આહાર ઉપર ધ્યાન આપવું જોઈએ. ઘરનું સાદું ભોજન સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. 9.કોરોનામાટે આપેલ દિશા નિર્દેશોને ચુસ્તપણે અમલ કરો. એક- એક જિંદગી અમૂલ્ય છે. કોઈ પણ એક ભૂલ જીન્દગી ઉપર ભારી ન બની જાય માટે સજાગ રહી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે. યોગ કરો, નીરોગી રહો.