ફિલ્મ પેડમેનના ગીતો અને પોસ્ટરોએ જ ધુમ મચાવી દીધી છે. પેડમેન સ્ટોરી તો સામાન્ય માણસની છે. જે એક જ વિચારથી પુરી દુનિયા બદલી નાખી તે છે અરુણાચલમ મુ‚ગનનાથમ જેમણે કોઇપણ છોછ અનુભવ્યા વિના મહિલાઓ માટે સેવાનું કામ કર્યુ છે. અરુણાચલમ તામિલનાડુના કોયંબટૂરના રહેવાસી છે. જેમણે સેનેટરી નેપકીન બનાવવા માટેનું વિશ્ર્વનું સૌથી સસ્તુ મશિન બનાવ્યું જો કે તેઓ શિક્ષિત નથી માત્ર સુજ બુજથી તેમણે આવુ કરી બતાવ્યું છે. ખાસ કરીને ગામડાઓની મહિલાઓને સસ્તા ભાવે સેનટરી નેપકીન તેમણે ઉપલબ્ધ કરાવ્યા હતાં.
પિતા હેન્ડલૂમ વર્ક હતા માટે મશીનો અને કાપડ, કોટનની તેમને સારી માહિતી હતી. ૧૯૯૮માં તેમને જાણવા મળ્યું કે પિરિયડ્સ દરમ્યાન મહિલાઓને કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમણે જોયું કે માત્ર ૧૦માંથી ૧ મહિલા સેનેટરી પેડનો ઉપયોગ કરછે. માટે તેમણે જાતે જ સેનેટરી પેડ બનાવવાનું શરુ કર્યુ પરંતુ શરમના કારણે તેનો ઉપયોગ કરવાનો ખુદ તેની સગી બહેને ઇનકાર કરી દીધો. તેમ છતા તેમણે તેમનું કામ ચાલુ રાખ્યુ અને સાડા ચાર વર્ષ પછી તેમણે પેડ બનાવવાનું સૌથી સસ્ત ચાર વર્ષ પછી તેમણે પેડ બનાવવાનું સૌથી સસ્તુ મશીન શોધ્યુ વર્ષ ૨૦૧૬માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં આજે તેઓ જયશ્રી ઇન્ડસ્ટ્રીસ નામના નેપકિનનો બિઝનેસ ચલાવે છે.