ભીખારી શબ્દ સાંભળતા જ ચીથરેહાલ કપડાં, વાળ રસ્ત વ્યસ્ત, ધુળ માટી વાળુ મોઢું અને હાથમાં કટોરો લઇને કોઇ ઉભી કોઇ વ્યક્તિની જ કલ્પના થાય છે. પરંતુ ચીનનાં આ ભીખારીની કલ્પના કરવી થોડી મુશ્કેલ છે કારણ કે એ ભીખારી ભીખુ નહીં પરંતુ લખપતિ છે જે ભીખ માંગીને દર મહિને એક લાખ રુપિયા ભેગા કરે છે તે ઉપરાંત મહિનાની એક નવી કાર તો પાકી જ. સામાન્ય સંજોગોમાં ભીખારી રોડ રસ્તા, કે પછી ફુટપાથ પર જ રહેતા દ્રશ્યમાન થાય છે પરંતુ ચીનના આ ભીખારી પાસે બે માળનું મકાન પણ છે.
આ ભીખારીની અન્ય ઘણી ખુબીઓ પણ છે જેમાં બેજિંગના રસ્તાઓ પર ભીખ માંગનાર આ લખપતિ ભીખારીનું પોષ્ટમાં ખાતુ છે અને દર મહિને તેમાં રુપિયા પણ જમા કરાવે છે તેમજ તેના બાળકો શહેરની સૌથી મોંઘી સ્કૂલમાં અભ્યાસ કરે છે વાત આટલેથી જ નથી અટકતી મિત્રો આ ભીખારીએ જે રકમ ભીખ માંગીને જમા કરી છે તેને ગણવામાં જે કોઇ તેની મદદ કરે છે તેને આ ભાઇ સાહેબ ટીપ પણ આપે છે તો છે ને કમાલનો ભીખારી લખપતિ, આટલું વાચ્યાં બાદ એક વાર તો આ બીઝનેસમાં ઝપલાવવાનો વિચાર આવી જ ગયો હશે કેમ…..?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com