નાના બાળકોથી લઇને મોટા સુધીના તમામને મેગી પસંદ હોય જ છે, તેમાં પણ ઘરથી દૂર અથવા હોસ્ટેલમાં રહેનારા અને ઓફિસ જનારા લોકો માટે મેગી કોઇ વરદાનથી કમ નથી, બધાને મેગી ભાવતી તો હોય જ છે પરંતુ તેના વિશેની આ ખાસ વાતુઓ તમે જાણતા નહીં જ હોય, મેગી શબ્દ સ્વિસ ઉદ્યમી જૂલિયસ મેગીના નામ પરથી લેવામાં આવ્યો છે. જુલિયસે સૂપથી દુનિયાનો પરિચય કરાવ્યો હતો.
૧૮૮૪માં જૂલિયસ મેગીએ પોતાના પિતાની ફેક્ટરી સંભાળી, તેનો ઉદેશ્ય હતો કે વર્કિગ ક્લાસ ફેમિલી માટે કશુંક પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ થાય તેણે પોતાની ફેક્ટરીમાં કામ કરતી મહિલાઓને જોઇને વિચાર્યુ કે તેઓ અહીંયા આટલુ કામ કરે છે તો ઘરે જઇને પરિવાર માટે રસોઇ બનાવવું કેટલું અઘરુ પડતુ હશે.
માટે તેણે ૨ મિનિટમાં બનતી મેગી બહાર પાડી જુલિયસ એવા કેટલાક પસંદના લોકોમાંથી છે. જેમણે જાહેરાતના મહત્વો ખ્યાલ હતો. ૧૯૪૭માં નેસ્લેએ મેગી કંપની ખરીદી લીધી. તો અત્યારે ભારત, મલેશિયા, અને પાકિસ્તાનમાં પોપ્યુલર છે. બેન થયા પહેલાં જ મેગીનું નૂડલ્સ માર્કેટ ભારતમાં ૯૦ ટકા જેટલું હતું અને ભારતમાં જ તમને મેગી સ્પેશિયલ વેજીટેરીયન ફ્લેવર્સમાં મળશે. જૂલિયસ મેગી ઇચ્છતા હતા કે તેની મેગી દરેક ઘર સુધી પહોંચે, આ માટે તેમણે ૫, ૧૦ અને ૨૦ રુપિયાની રેન્જમાં મેગી વહેંચવાની શરુઆત કરી તો આજે પણ ભારતમાં મેગીની માંગ છે.