ભારતના રોમેન્ટિક સ્થળો – દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં એવી ઈચ્છા હોય છે કે તેપોતાના પાર્ટનર સાથે ક્યાંક આવી જગ્યાઓ ઉપર ફરવા જાય જે હંમેશા ને માટે યાદ બનીને રહી જાય.
પરંતુ આજ કાલની ભાગોડૌડ ભરી જિંદગીમાં લોકોને આપણા દેશ ની જાણકારી ઓછી છે અને તેફરવા જાય ત્યારે એ નક્કી નથી કરી શકતા કે તેઓ ફરવા જાય તો જાય ક્યાં.
જો તમે પણ તમારા પાર્ટનર સાથે ભારતના રોમેન્ટિક સ્થળ પર ફરવા માંગો છો, તો અમે તમારા માટે લઈને આવ્યા છી ભારતની આ રોમેન્ટિક જગ્યાઓ.
1.મનાલી-
મનાલી ભારતમાં હનીમુન માટે સૌથી શ્રેઠ જગ્યા છે અહી ની હરિયાળી , ફૂલોના બગીચાઓ અને પહાડોને ને સ્પર્શતા વાદળો કોઈનું પણ મન મોહી લેવા પૂરું છે. અહીની સુંદરતા નવવધુ અને કપલ્સ માટે ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ કરાવે છે તેથી તમે તમારા પાર્ટનર સાથે મનાલીની મુલાકાત એકવાર જરૂર કરો.
- ઉટી-
જો તમે ખુબસૂરત, શાંત અને પ્રદુષણ રહીત હિલ સ્ટેશન પર ફરવા માંગો છો તો ઉટીમાં તમારૂ સ્વાગત છે. અહીંની નીલગીરીના ખુબસૂરત પહાડો , આસપાસ ફેલાયેલી હરિયાળી ઉટીને એક રોમેન્ટિક સ્થળ બનાવે છે. અહીં પર અનેક જીલી, જંગલો અને ઝરણાં લોકોની આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
- શિમલા-
શિમલા અત્યંત સુંદર અને હોટ હનીમૂન ડેસ્ટિનેશન છે. પહાડના ઢોળાઓ પર બનેલા મકાનો, ખુબસૂરત ખેત, દેવદાર, ચીડ અને જંગલોથી ઘેરાયેલું શિમલા ખૂબ આકર્ષણ અને રોમાંચનો અનુભવ કરવાવાળું સ્થળ છે. આ તેવા લોકો માટેનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન છે જે ખૂબ ઓછા સમયમા ક્યાંક ફરવા જવા માટેની યોજના ઘડી રહ્યા છે.
- કેરળ-
જો તમે ઉચા -ઉચા પર્વતો, દરિયા કિનારો, નાળિયેલ અને ખજુરના વૃક્ષ જોવા માંગો છો તો કેરળ તમારે માટે સૌથી શ્રેષ્ઠ સ્થાન છે. કેરલ પ્રાકૃતિક સૌંદર્ય ઘેરાયેલું છે. અહીંયા હોળી ની સવારીમાં નારિયેલ અને ખજૂરના વૃક્ષની વચ્ચે પસાર થઈને જવું તે એક ખુબજ સુંદર અને પ્રાકૃતિક એહ્શાશ કરાવે છે. કેરલની સુંદરતાની સાથે અહીંની સંસ્કૃતિ પણ તમારા મન ને મોહિત કરીદે તેવી છે. તમારી લાઇફમાં એક વખત કેરળની મુસાફરી જરુરી કરજો , આ તમારા માટે ક્યારેય નઈ ભૂલી શકો તેવો અનુભવ રેહશે.
- ગોવા-
ગોવા ભારતમાજ નહી પરંતુ વિશ્વમાં સૌથી રોમેન્ટિક સ્થળો માંથી એક સ્થળ છે, અહીંયા ફરવું એ આપણામાંજ એક એહ્શાસ ઉત્તપન કરવા જેવું છે. ગોવાના ખુબ સુંદર અને વૈભવી દરિયા કિનારાની યાદી ઘણી લાંબી છે.ગોવા માં બિકિની, બેબસ અને બીકેસ સિવાય ડાન્સ-ગીતો અને ખુબજ મસ્તી પણ છે તમે ગોવા જઈને એક અલગજ દુનિયાનો અનુભવ કરી શકો છો.ખરેખર ગોવા એ કાલ્પનિક દુનિયા જેવું સ્થળ છે.
- માઉન્ટ-આબુ –
રાજસ્થાનમાં સ્થિત માઉન્ટ અબુ એક અત્યંત સુંદર હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુ ને રાજેસ્થાનનું સ્વર્ગ કહેવાય છે. નીલગિરીના પહાડો પર બેસીને માઉન્ટ આબુની સુંદરતા અને અહીંની ઝીલ વાતાવરણમાં એક અલગ રોમાંચે પેદા થાય છે. કપલ્સ માટે માઉન્ટ આબુ શ્રેષ્ઠ અને રોમેન્ટિક સ્થળો માંથી એક છે.
- દાર્જિલિંગ-
દાર્જિલિંગ હંમેશા માટે એક રોમેંટિક ડેસ્ટિનેશનમાંથી એક રહ્યું છે. દાર્જિલિંગ ને ક્વીન ઓફ હિલ્સ પણ કહેવામાં આવે છે. અહીંથી દૂર-દૂર સુધી ફેલાયેલા ચાના બગીનનો જોઈને એવું લાગે છે કે હરિયાળીની ચાદર ઓઢી હોય. દાર્જિલિંગની જાણીતી ટોય ટ્રેન (જે પર્વતો અને ખુબ સુંદર વાંદરાઓ વચ્ચે પસાર થાય છે) થી સફર કરવી પોતે એક અલગ અનુભવ આપે છે.
- શ્રીનગર
ભારતના સૌથી સુંદર શહેરોમાંથી એક છે શ્રીનગર, જે કશ્મીર ની ખીણ ના વશેલું છે. શ્રીનગરની સુંદરતા જોવા માટે દર વર્ષે લાખો લોકો દેશ-વિદેશથી આવે છે લગભગ 1700 મીટરની ઉંચાઇ પર બનેલું આ શહેર નદીઓ અને હાઉસબોટ માટે વિશ્વભરમાં ફેમસ છે. અહીંની કિડલ ની ઝીલ સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
- અન્દમાન નિકોબાર –
ચારેય બાજુ પાણીથી ઘેરાયેલું અને નિકોબોર ટાપુ ખૂબ જ સુંદર છે.આ બંગાળની ખાડીમાં સ્થિત છે અને અહીં 300 થી વધુ ટાપુઓ અને દ્વીપ છે જે આ સ્થળને ખુબજ સુંદર અને રોમેન્ટિક બનાવે છે. જો તમે સમુદ્ર અને પાણીથી ખુબજ આકર્ષક છો તો એક વખત આ ટાપુની મુસાફરી કરવી જોઈએ.
- ડેલહાઉસી
આમતો અખુ હિમાચલ ફરવા જેવું સ્થળ છે પરંતુ ડેલહાઉસી તે બધામાં ખુબજ વિશિષ્ટ સ્થળ છે. પર્વતો પર વસેલું આ હિલસ્ટેશન ખુબજ સુંદર અને શાનદાર હનીમૂન ડેસ્ટિનેશનો માંથી એક છે અહીં તમે બ્રિટિશ સ્થાપત્યની અનેક ઝલકો જોવા મળશે.