શું તમને પણ બહુ ગુસ્સો આવે છે?? તો આ રીતે કરો તેના પર કાબુ…
ગુસ્સો વિનાશને નોતરે છે. અને એવું પણ કહેવાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ત્યરે એક સત્ય એ પણ છે કે ગુસ્સો માત્ર વિનાશને જ નોતરતો નથી પરંતુ અતિ ક્રોધના કારણે શારીરિક અને માનસિક રીતે પણ વ્યક્તિ બીમાર પડે છે. તો આ ગુસ્સાને કંટ્રોલમાં રાખવા કે પછી ગુસ્સાને દૂર કરવા માટેની કેટલાક સરળ રસ્તાઓ પણ છે જેના વિષે અહીં આપણે વાત કરીશું…
ગુસ્સો આવવાના કારણે શરીરમાં સેરોટિનિન, એડ્રેનલિન, ડોપામાઈન હોર્મોન્સનું પ્રમાણ વધે છે,જેના કારણે હ્યદયના ધબકારા અને રક્તપ્રવાહની ગતિ પણ વધે છે. આ ઉપરાંત તે માનસિક રોગને પણ નોતરે છે.
પૂરતી ઊંઘ
અપૂરતી ઊંઘ કરવાથી મગજ અને શરીરને પૂરતો આરામ નથી મળતો અને સતત થાકનો અહેસાસ થતો રહે છે જેના કારણે ગુસ્સો પણ આવે છે અને એટલેજ ગુસ્સાથી દૂર રહેવા માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.
એક્સરસાઇઝ
શરીર સ્વસ્થ તો માણસ પણ ખુશ, જી હા એવું જ છે કે જે વ્યક્તિ સતત બીમાર રહેતો હોય અથવા તો સુસ્તી અનુભવતો હોય તેને ક્યાંય ચેન નથી મળતું હોતું જેના કારણે વારે વારે ગુસ્સો પણ કરતો હોય છે, જેના માટે તેને રોજ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. આખા દિવાસની થોડી કસરત કરવાથી શરીર ચુસ્તી વાળું અને એક્ટિવ રહે જે અનેક રોગોને પણ દૂર રાખે છે. માટે જ રોજ નિયમિત રૂપથી ચાલવાનું, સાઈકલિંગ, યોગ જેવા વ્યાયામ કરવા જોઈએ.
સકારાત્મક વિચાર
સતત નકારાત્મક વિચારો પણ ક્રોધનું ઘર છે. જયારે પણ વ્યક્તિ કોઈ પણ બાબત વિષે નકારાત્મક વિચારો કરે છે ત્યારે તેને ગુસ્સો આવ્યા વગર રહેતો નથી અને એટલે જ એ ગુસ્સાથી બચવા માટે વ્યક્તિએ તેની વિચારધારા બદલવી જરૂરી છે. જયારે પણ નકારાત્મક વિચાર આવે ત્યારે તેને દૂર કરી એ બાબત અને સકારાત્મ પાસાનો વિચાર કરવો જોઈએ.