હું નિર્ભય છું અને હંમેશા પડકારરૂપ સ્થિતિનો નીડરતાથી સામનો કરીશ તેમ મહિલા દિને વોકહાર્ટ હોસ્પિટલમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલા વ્યકતવ્યોએ જણાવ્યું હતું.‘વિશ્ર્વ મહિલા દિવસ’ એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નિશ્ર્ચિત વિષયના સંદર્ભમાં મહિલાઓ માટે માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડો. જીજ્ઞાબેન ગણાત્રા અને ડો. સ્વેતાબેન મહેતા તથા ફીઝીયોથેરાપીસ્ટ ડો. હેતલબેન ગોહિલ અને ડાયેટીશ્યન ડો. સોનલબેન રાવલે મહિલાઓને ઉપયોગી સહાલ-સુચન અને માર્ગદર્શન આપ્યું હતું.
વોકહાર્ટ હોસ્પિટલ ગ્રુપના મેનેજીંગ ડાયરેકટર ઝાબીયા ખોરાકીવાલા તથા હોસ્પિટલનું સંચાલન કર્તા ઉચ્ચ અધિકારીઓ, ડોકટર્સ, નર્સ, સફાઇકર્મી સહિત હોસ્પિટલના સમગ્ર સ્ટાફના 70% સ્ટાફ મહિલાઓ છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે મહિલાઓ કેટલુ સફળ સંચાલન કરી શકે છે. કોઇ સફળ માણસની પાછળ એક મહિલાનો સાથ સહકાર હોય છે તે જ રીતે વોકહાર્ટ હોસ્પિટલની સફળતામાં હંમેશા મહિલાઓનો મોટો ફાળો રહેલો છે.વોકહાર્ટ હોસ્પિટલ્સ એક જવાબદાર કોર્પોરેટ હોસ્પિટલ તરીકે માને છે કે વર્તમાન સમયમાં મહિલાઓએ તેમના સ્વરક્ષણ અને વધતી જતી જાતીય સતામણી, અપહરણ, ખુન, ઘરેલુ હિંસા વિગેરેથી બચવા શારિરીક રીતે અને નૈતિક રીતે જરૂરી બળ કેળવવુ જરૂરી છે અને તેને ધ્યાનમાં રાખીને જ વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા મહિલા કર્મચારીઓમાં સ્વબચાવ માટેની જાગૃતિ આવે તે માટે ‘આઇએમ ફીઅરલેસ’ના સુત્ર સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.કાર્યક્રમના વકતા ડો. જીજ્ઞાબેન ગણાત્રાએ જણાવ્યું કે આ વર્ષની થીમ છે.
‘આઇએમ ફીઅરલેસ’ એટલે કે હું નિર્ભય છુ અને હંમેશા પડકારરૂપ આવતી પરિસ્થિતિનો નીડરતા પૂર્વક સામનો કરવો અને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ ઉદભવે તેનો હિંમતભેર સામનો કરવો એજ આ વિષયનો સાર છે. મહિલાઓ ઘણી બધી જવાબદારીઓ નીભાવતી હોય છે જેના કારણે તેઓ પોતાના સ્વાસ્થ્યનું સરખુ ધ્યાન રાખતા નથી જેના લીધે ભવિષ્યમાં મોટી બીમારીઓ થાય છે. તેથી સૌ પ્રથમ પોતાના સ્વાથ્યનુ ધ્યાન રાખવુ જોઇએ જેથી તે પરિવારના અન્ય લોકોનું ધ્યાન રાખી શકે.
કાર્યક્રમના વકતા નિષ્ણાંત ડાયટીશ્યન ડો. સોનલબેન રાવલે જણાવ્યું હતું કે મારી મહિલાઓને ખાસ વિનેતી છે કે જેના પર સંપૂર્ણ પરિવાર, સમાજ અને દુનિયા નિર્ભર છે તેને પહેલા પોતાના સ્વાથ્યનું ધ્યાન રાખવુ જોઇએ જેથી તે પરિવારના અન્ય લોકોનું ધ્યાન રાખી શકે.કાર્યક્રમના વકતા નિષ્ણાંત ડાયટીશ્યન ડો. સોનલબેન રાવલે જણાવ્યું હતુ કે મારી માહિલાઓને ખાસ વિનંતી છે કે જેના પર સંપુર્ણ પરિવાર, સમાજ અને દુનિયા નિર્ભર છે તેને પહેલા પોતાના સ્વાથ્યનું ધ્યાન રાખવુ જોઇએ જેથી તંદુરસ્ત સમાજની રચના થાય.મહિલાઓ પોતાના બાળકોની અને પરિવારની દેખરેખમાં પોતાની દેખરેખ કરવાનુ ભુલી જતી હોય છે. અત્યારની મહિલાઓ પરિવારની સંભાળની સાથે સાથે આર્થિક રીતે પણ મદદ કરવા નોકરી કરતી હોય છે. તેથી મહિલાઓએ બધી જવાબદારી નીભાવવા માટે તૈયાર રહેવુ જોઇએ અને સ્વસ્થ રહેવુ જોઇએ. કાર્યક્રમમાં હોસ્5િટલના ડોકટરો, નર્સ તથા મહિલા સ્ટાફ ઉ5સ્થિત રહી અને મહિલા દિનની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં હોસ્5િટલના મહિલા રોગોના નિષ્ણાંત ડોકટરોએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.