તમે માટી વિના એટલે કે પાણીમાં પણ લીલા ધાણા ઉગાડી શકો છો. તો ચાલો જાણો ટિપ્સ….પાણીમાં કેવી રીતે લીલા ધાણાનો છોડ વાવી શકાય છે.
અનુસાર માહિતી મુજબ, કોથમીર કહો કે લીલા ધાણા, તેનો ઉપયોગ દરેક ભારતીય ઘરમાં લગભગ દરરોજ કરવામાં આવે છે. તેમજ તાજા લીલા ધાણા ભોજનનો સ્વાદ અનેકગણો વધારી દે છે, આ સાથે જ લીલા ધાણા રસોઇની સુગંધ વધારવાનું કામ પણ કરે છે. એવામાં મોટાભાગના લોકો રસોઇ કર્યા પછી તેમાં લીલા ધાણા નાખવાનું પસંદ કરે છે.
જો કે, આજના સમયમાં બજારમાં કોથમીર ખૂબ જ ઉંચા ભાવે મળે છે. તેવામાં લોકો તેને ખરીદવાનું ટાળે છે. ત્યારે જો તમે પણ આવા જ લોકોમાંથી એક છો તો તમે તમારા ખિસ્સાનો ભાર થોડો ઓછો કરવા માટે ઘરે જ લીલા ધાણાનો છોડ વાવી શકો છો. ત્યારે કમાલની વાત એ છે કે તેના માટે તમારી માટીની જરૂર નથી. તમે ફક્ત પાણીમાં પણ કોથમીરનો છોડ વાવી શકો છો.
માટી વિના આ રીતે ઉગાડો લીલા ધાણા
તેના માટે સૌથી પહેલા ધાણાના બીજ લો અને તેને એક ભારે વાસણથી ધીમે-ધીમે પીસીને 2 ટુકડામાં તોડી લો. આ દરમિયાન ધ્યાન રાખો કે તમારે તેનો પાવડર બનાવવાનો નથી. બસ બીજને ધીમે-ધીમે દબાવો અને 2 ટુકડામાં તોડી લો.
ત્યારબાદ એક ઉંડુ બાઉલ લો અને તેમાં ઉપર સુધી પાણી ભરી દો. આ દરમિયાન ધ્યાન રાખો કે પાણી એકદમ સ્વચ્છ હોવું જોઈએ. તમે ઇચ્છો તો તેના માટે ફિલ્ટર કરેલું કે આરઓનું પાણી લઇ શકો છો.
હવે પાણી ભરેલા બાઉલની ઉપર જાળીદાર ટોકરી મૂકો અને તેમાં પીસેલા બીજ નાખો. આ દરમિયાન ટોકરીમાં બીજ પાણીથી ઢંકાયેલા રહે.
શિયાળો આવી રહ્યો છે તેથી તેવામાં બીજને લગભગ 3-4 કલાક સીધો તડકો આપવો વધુ સારો છે. તેથી બાઉલ અને ટોકરીને એવી જગ્યાએ રાખો જ્યાં તેને રોજ ઓછામાં ઓછા 3 કલાક તડકો મળે.
લગભગ 20 દિવસ સુધી તમે જોશો કે બીજમાંથી નાના-નાના મૂળ અને પાન ફૂટવા લાગ્યા છે. ત્યારબાદ બાઉલનું પાણી બદલો અને જાળીદાર ટોકરી ફરીથી બાઉલની અંદર રાખી દો. આ દરમિયાન ધ્યાન રાખો કે મૂળ પાણીમાં ડૂબેલા હોવા જોઈએ. તેમજ તમે ઇચ્છો તો આ દરમિયાન લિક્વિડ ફર્ટિલાઇઝરનો ઉપયોગ પણ કરી શકો છો.
આ રીત અપનાવવાથી લીલા ધાણાનો પાક 45થી 50 દિવસમાં સારી રીતે કાપવા માટે તૈયાર થઈ જશે.