જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના જીંઝુડા ગામના ભુવા ચીમનભાઇ નથુભાઇ દેગામાની ભુવા સ્થાપવા દુ:ખ દર્દ મટાડવાની ધતિંગ લીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેંદરડા પોલીસ સ્ટેશનની મદદથી 1184 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુવાએ લોકોની માફી માંફી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.
બનાવની વિગત પ્રમાણે જીંઝુડાના કાળકામાના ભુવા વિરુઘ્ધ અવારનવાર જાથાને કાર્યાલયે દોરા-ધાગા ભુવા સ્થાપવાની વિધિ બંધ કરાવવા પીડીતોએ માહીતી આપી હતી. તેમાં ભુવાએ મોરબી સનાળા રોડ ઉપર દુકાનના શટર પાસે મેલી વિઘાની તાંત્રિક વસ્તુઓ, અડદ લોટના પુતળામાં ખીલી રાખી, શ્રીફળનું પોટલું સાગ્રીતોએ મુકતા સી.સી. કેમેરામાં આવી જતા ભુવાનું નામ ખુલ્યું હતું. ભુવાએ મોરબીમાં નરસંગ ટેકરી પાસે રાત્રિના ભુવા સ્થાપવાની વિધી વિધાન કર્યા હતા. રાત્રીના એક વાગ્યે ઉતારની વસ્તુ મુકવા પરિવારના સદસ્યોને મોકલતા ભુવાના ભાંડાફોડમાં નિમિતે કારણભૂણ થયું હતું.
જાથાના ચેરમેન પંડયાએ કોરોના મહામારીમાં જીંઝુડા ગામમાં ગ્રામજનો વધુ ભેગા ન થાય તે માટે ભુવા ચીમનભાઇને મોબાઇલ કરી રાજકોટ જાથાના કાર્યાલયે રુબરુ આવી ખુલાસો કરી જવા, તાંત્રિક વસ્તુની ચોખવટ કરવા વાત કરી હતી. પરંતુ ભુવાએ મોબાઇલ સ્વીચ ઓફ રાખી ગામમાંથી ફરાર થઇ જવાનું મુનાસીબ માન્યું હતું.
જાથાના ચેરમેન પંડયાના વડપણ હેઠળ પિયુષભાઇ નિમાવત, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, પિયુષભાઇ પરમાર અને સ્થાનિક કાર્યકરો સમય મુજબ મેંદરડા પોલીસ સ્ટેશનમાં પહોંચી પી.એસ.ઓ. ભાવિષાબેન વાળાને મળ્યા, પોલીસ સાથે પરામર્થમાં જીંઝુડા ગામમાં પર્દાફાશની કાર્યવાહી સમયે મોટા પ્રમાણમાં ગ્રામજનો ભેગા થઇ જશે. સોશ્યલ ડીસ્ટન્સ જળાવશે નહી. કોરોનાના નિયમોનો ભંગ ન થાય તે માટે પોલીસ સ્ટેશને ભુવાને રુબરુ બોલાવવાનું નકકી થયું. તેથી ગામના સરપંચ, ઉપસરપંચને સમગ્ર હકિકતથી વાકેફ કરી વિશ્ર્વાસમાં લઇ ભુવાને હાજર કરવા સહયોગથી વાત કરી.
ભુવા ચીમનભાઇ જીંઝુડા ગામથી સૌ પ્રથમ સરપંચ કથીરીયાની ઓફીસે ગયા. જાથાની ટીમ આવી છે. મોરબી પ્રકરણમાં નામ છે. ભુવાને ડર ભય લાગતા, તાબડતોબ જીઝુડા ગામ પોતાના ઘરે જઇ કાળકા મા ના સ્થાનકમાં પડેલી તાંત્રિક વસ્તુઓ, ચીજો વિગેરે માલ સામાન ગામની બહાર ફેંકી દીધો. પુરાવાનો નાશ કર્યો. બીજીવાર સરપંચ, ઉપસરપંચને સાથે રાખી પોલીસ સ્ટેશને હાજર થયા. મોરબી પ્રકારણની ખબર હોય ભુવાના હોંશહોંશ ઉડી ગયા હતા.
જીંઝુડા ગામના સરપંચ કથીરીયા, ઉપસરપઁચ પરમારે જાથાને ભુલ માફ કરવા હવે પછી ભુવાપણું છોડી દેવાની ખાત્રી આપે છે. મામલો પુરો કરવા વાત કરી હતી.
ભુવા ચીમન દેગામાએ મોરબીમાં નરસંગ ટેકરી પાસે ભુવા સ્થાપના ગયો હતો. મોડીરાત સુધી વિધી ચાલુ હતી. ઉતારની વસ્તુ મુકવા પરિવારના સદસ્યોને મોકલ્યા હતા. તેને કયા તાંત્રિક-ઉતાર મુકેલ છે તેની ખબર નથી. પરિવારના બધાને ઓળખતો નથી. દેવાભાઇ ભુવા વેલાભાઇ, પ્રેમજીભાઇ અમશીભાઇ, રમેશભાઇ, મનસુખભાઇ, ગૌતમભાઇ, ગંગાભાઇને પુછશો તો ખરી હકિકત મળી જશે.
ભુવાએ મુલી વસ્તુ સંબંધી આધારા પુરાવા જાથાને આપી દીધા. મારી જરુર પડશે ત્યારે મોરબી સાથે આવીશ શટર પાસે મેલીવસ્તુ રાખવી તે કાયદા વિરુઘ્ધ થાય તે ખબર નથી સી.સી. કેમેરામાં તાંત્રિક વસ્તુ મુકવા આવેલા માણસોની ઓળખની ખાત્રી આપી. એકવાર માફ કરવા જાથાને કરગરવા લાગ્યો. કબુલાતનામું, જાહેરમાં માફી માંગવા સૌની હાજરીમાં સંમત થયો.
જુનાગઢ જીલ્લા પો. કંન્ટ્રોલ મેંદરડા પોલીસ સ્ટેશને ઉતર કામગીરી બજાવી હતી. જાથાને પોલીસનો આભાર માન્યો હો પીએસઓ ભાવીષાબેન વાળા, કોન્સટે. દેવાભાઇ ગરચરની કામગીરી પ્રસંશનીય હતી. પર્દાયાશમાં જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ પિયુષભાઇ નિમાવત, પિયુષભાઇ પરમારે ઉત્કૃષ્ઠ ફરજ બજાવી હતી. જાથાએ 1184 મો.સફળ પર્દાયાશ કર્યો હતો. દોરા ધાગા ધાર્મિક છેતરપીંડીની માહીતી મો. નં. 98252 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.