બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ હંમેશા ઇન્ટરનેટ પર ચર્ચામાં રહે છે અને હાલમાં તેના વેકેશનના ફોટાઓ ચર્ચામાં છે. શહેનાઝ આ દિવસોમાં વેકેશન પર છે અને પ્રકૃતિની વચ્ચે સુંદર નજારો માણી રહી છે. અભિનેત્રીએ તેના વેકેશનની તસવીરો શેર કરી હતી જેમાં તે ધોધ પાસે એન્જોય કરતી જોવા મળી હતી. ચાહકોને શહેનાઝનો તોફાની અને નો-મેકઅપ લુક પસંદ આવ્યો, દરેક તેના વખાણ કરી રહ્યા છે. શહનાઝ ગીલે તાજેતરમાં તેનું સોલો ગીત રિલીઝ કર્યું છે જેના લીધે તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.