સામગ્રી
- એક કપ રવો
- એક કપ દહીં
- એક ટમેટુ ઝીણુ સમારેલુ
- એક ગાજર છીણેલુ
- એક ડુંગળી સમારેલી
- લીલા મરચા
- પાણી
- મીઠું
- તેલ
બનાવાની રીત
રવા ઉત્તપમ બનાવા માટે સૌ પહેલા એક વાસણમાં રવો, દહીં અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં થોડુ પાણી નાખો અને ખી‚ તૈયાર કરો. હવે આ મિશ્રણમાં ડુંગળી, ટામેટા, ગાજર, શીમલા મીર્ચ, આદુ ધાણા બધુ નાખી મીક્સ કરી લો. ત્યાર બાદ મીડીયમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થતા જ પેનમાં મીશ્રણ નાખો એક મીનીટ પછી બચેલા શાકભાજી ઉપરથી નાખો અને બે-ત્રણ મીનીટ સુધી શેકો ત્યાર બાદ તેને ચટણી સાથે સર્વ કરો.