ચોકલેટ તો સૌ કોઇને પ્રિય હોય છે. ખાસ કરીને નાના બાળકોને પરંતુ બજારની ચોકલેટ ખાવાથી નુકશાન થઇ શકે છે. માટે તમે હવે ઘરે પણ ચોકલેટ બનાી શકો છો.

– એક વાસણમાં પાણી લો એ તેને ગરમ કરો, ગરમ થાય બાદમાં ગેસ ધીમો કરો. હવે કોકો પાઉડર અને ઢીલા બટરને એક બાઉલમાં મિક્સ કરી લો, હવે નરમ ન બની જાય ત્યાં સુધી તેને હલાવો. તમે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરવા માટે બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો. અથવા તેમાં ફુડ પ્રોસેસર પણ નાખી શકો છો.

-આ કોકો પાઉડરને ગરમ પાણીમાં ભેળવી લો અને તે હલાવો, થોડો ગેસ વધારી લો, પણ ધ્યાનમાં રહે કે તે ઉકળે નહી, ત્યાર બાદ મિશ્રણને બાઉલમાં નાખી લો. હવે ખાંડ અને પીસેલી ખાંડને એક અલગ બાઉલમાં બહાર કાઢી લો. તેમાં જેટલી ખાંડના ગાંઠા થઇ ગયા છે તેને કાઢી નાખો આ ખાંડના મિશ્રણને ગરમ કોકોના મિશ્રણમાં ભેળવી દો. તેમાં દૂધ મેળવો, જ્યાં સુધી મિશ્રણ નરમ ન થાય ત્યાં સુધી મેળવતા રહો. હવે આ મિશ્રણને એવા વાસણમાં નાંખો જેવો ચોકલેટનો આકાર માંગો છો. તેને આખી રાત ફ્રિજરમાં રાખો તૈયાર છે તમારી ચોકલેટ……

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.