CBSEએ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે નવી સ્કીમની જાહેરાત કરી છે. ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા માટે શૈક્ષણિક વર્ષને બે કટકામાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ સત્રની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં અને બીજા સત્રની પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાશે.
ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા માટે શૈક્ષણિક વર્ષને બે ભાગમાં વહેંચવામાં આવ્યું: પ્રથમ સત્રની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં અને બીજા સત્રની પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાશે
કોરોના મહમારીને ધ્યાનમાં રાખીને CBSEએ પરીક્ષાઓને સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મહત્વનું છે કે, ગયા વર્ષે શરૂ થયેલી કોરોના મહામારીએ CBSE સહિત વિવિધ બોર્ડ્સની પરીક્ષાઓ પર ખૂબ જ અસર કરી છે. કેટલીક પરીક્ષાઓને તો રદ્દ કરવાનો પણ વારો આવ્યો છે.
સરક્યુલર જાહેર કરતાં CBSEએ કહ્યું કે, 2022માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે પાઠ્યક્રમને જુલાઈ 2021માં નોટિફાઈ કરતા પાછલા શૈક્ષણિક સત્રની જેમ જ યુક્તિ સંગત બનાવવામાં આવશે. CBSE સ્કૂલોને 31 માર્ચે CBSE દ્વારા જાહેર પાઠ્યક્રમનું પાલન કરવાનું રહેશે.
આ સિવાય, સ્કૂલ NCIRTના વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર અને ઈનપુટનો પણ ઉપયોગ કરશે. બોર્ડે કહ્યું કે, જ્યાં સુધી સત્તાવાર રીતે સ્કૂલોને વ્યક્તિગત રીતે ભણાવવાની મંજુરી ના મળે ત્યાં સુધી સ્કૂલ ડિસ્ટન્સ મોડમાં જ ભણાવવાનું ચાલુ રાખશે.આ સિવાય, ધોરણ 9 અને 10 માટે ઈન્ટરનલ એસેસમેન્ટમાં ત્રણ પિરિયોડિક ટેકસ્ટ્સ, પોર્ટફોલિયો અને પ્રેક્ટિકલ વર્કને સામેલ કરવામાં આવશે. તો ધોરણ 11 અને 12 માટે ઈન્ટરનલ એસેસમેન્ટમાં યૂનિટ ટેસ્ટ, પ્રેક્ટિકલ્સ, પ્રોજેક્ટ્ને સામેલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
CBSEએ સ્કૂલોને વિદ્યાર્થીઓની પ્રોફાઈલ પણ તૈયાર કરવાનું કહ્યું છે. બોર્ડના સરક્યુલેશન મુજબ, આખા વર્ષ દરમિયાન સ્કૂલ તૈયાર કરવામાં આવેલા તમામ એસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓની પ્રોફાઈલ તૈયાર કરશે અને તેનું ડિજીટલ ફોરમેટ બનાવશે.
પ્રથમ સત્ર
- પ્રથમ સત્રની ઓકટોબર-નવેમ્બરમાં પરીક્ષા યોજાશે
- એમસીક્યુ આધારિત પ્રશ્ર્નો પૂછાશે
- પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેશે
- પ્રથમ સત્રના માર્ક અંતિમ પરિણામમાં ઉમેરાશે
દ્વિતીય સત્ર
- બીજા સત્રની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે
- વિસ્તૃત અને ટૂંકા પ્રશ્નો પુછાશે
- પરીક્ષાનો સમય બે કલાકનો રહશે
- પરીક્ષા ન લઈ શકાય તો 90 માર્કના એમસીક્યુ પુછાશે