આજે આપણી આસપાસ સોશિયલ મીડિયાનું વર્ચસ્વ ખૂબ જ વધતું જાય છે. આજે લોકોને એક ટાઈમ જમ્યા વગર ચાલશે પરંતુ સોશિયલ મીડિયાની અપડેટ મેળવ્યા વગર ચાલશે નહિ.આપણે સૌ સોશિયલ મીડિયાથી ઘેરાયેલા છીએ તેમાં જેનાથી આપણે મનોરંજન મેળવીએ છીએ .મનોરંજન મેળવવા માટે નું એક સાધન છે ટેલિવિઝન. ટેલિવિઝનમાં અત્યારે બધી જ સિરિયલ, શૉ, ન્યૂઝ ચેનલ, વિવિધ પ્રકારની ની ડિસ્કવરી ચેનલોએ દબ-દબો બનાવ્યો છે. ટેલિવિઝન આપણને બધા જ પ્રકારની માહિતી પૂરી પાડે છે પરંતુ આપણે ટેલિવિઝન ની એક બાબતથી અજાણ હશું કે આપણે જે ટી.વી શૉ ખૂબ વધુ માત્રામાં જોઈએ છીએ તેની પણ જાણ લેવા માં આવે છે.
આપણાં ટેલિવિઝન પર ઘણા બધા મનોરંજન કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેનાથી આપણે મનોરંજન મેળવીએ છીએ.તેમાં ક્યોં કાર્યક્રમ લોકો વધુ જોવો પસંદ કરે છે તેની જાણ ટેલિવિઝનના ઉપરી ખાતામાં લેવામાં આવે છે જેને ટીઆરપી ( ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ) અથવા ( ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ ) તરીકે ઓળખવામાં આવે છે. ટીઆરપી રેટિંગથી જાણવાં મળે છે કે દર્શકો કેવા પ્રકારના કાર્યક્રમ વઘુ જોવા માંગે છે. લોકો નો ટેલીવિઝન પ્રત્યેનો ટેસ્ટ ટીઆરપી દ્વારા જાણી શકાય છે. ટીઆરપી રેટીંગ થી જાણી શકાય કે કયો કાર્યક્રમ આગળના સમયમાં વધુ ચાલશે. ટીઆરપી માપવા માટે જે ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે તેને પિપલ્સ મીટર કેહવામાં આવે છે.
ટીઆરપી બે રીત માપવામાં આવે છે : (૧.)પીપલ મીટર ડીવાઈસ, (૨.)ચિત્ર રેટિંગ ડીવાઈસ.
૧.પીપલ મીટર ડીવાઈસ માં આઈએનટીએએમ ( ભારતીય ટેલિવિઝન ઓડિયન્સ માપન ટીમ )દ્વારા નિરિક્ષણ કરવામા આવે છે. જેમાં લોકો ના ઘરે જઈને પીપલ મીટર મુકવામાં આવે છે.જેમાં પ્રેક્ષકો દ્વારા કયો કાર્યક્રમ વધુ જોવામાં તેની જાણ લેવામાં આવે છે.
૨.ચિત્ર રેટિંગ પદ્ધતિ એ ટીઆરપી માપવાની બીજી પદ્ધતિ છે જેમાં લોકો ટી.વી પર દર્શવવામાં આવે છે તેવા ચિત્રોને નાનાં નાનાં વિભાગો એકત્ર કરીને રેકોર્ડ કરવામાં આવે છે અને પછી ચિત્રો ને એકત્ર કરીને ટીઆરપી ગણવાના સમયે તે રેકોર્ડ ચિત્રો નું વિશ્લેષણ કરવામાં આવે છે.
ટીઆરપી માપવાનું સૂત્ર:
ટીઆરપી = દર્શકોનો સરેરાશ લક્ષ્યાંક × સરેરાશ આવર્તન
કોઈપણ ચેનલની ટીઆરપી તેમાં રજૂ કરવામાં આવેલા પ્રોગ્રામ પરથી નક્કી કરવામાં આવે છે. જયારે ટીઆરપી માપવામાં આવે છે ત્યારે અમુક ગણતરી ના લોકો ને ધ્યાન માં લેવામાં આવે છે અને તેના પરથી બધા લોક પણ આજ પ્રમાણે વિચારતાં હશે તેમ માની લેવામાં આવે છે. જ્યારે કોઈ પણ પ્રોગ્રામ ચેનલ પર મુકવામાં આવે ત્યારે વચ્ચે વચ્ચે જાહેરાત મુકવામાં આવે છે.જે તે જાહેરાત મુકવા માટે પ્રોગ્રામ ના લોકો જાહેરાત મુકાવનારા પાસેથી નિશ્ચિત રકમ વસુલે છે.જો પ્રોગ્રામની ટીઆરપી વધશે તો જાહેરાત મુકાવનાર પાસેથી વધુ રકમ પ્રોગ્રામ કરનાર મેળવી શકે છે પરંતુ જો પ્રોગ્રામની ટીઆરપી ઘટશે તો જાહેરાત મુકાવનાર પૈસા ઘટાડી પણ શકે છે.