કેન્દ્રિય નાણાં, રક્ષા અને કોપોર્રેટ મામલાના પ્રધાન અરુણ જેટલી શુક્રવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો ઔપચારિક રીતે શુભારંભ કરશે. આ ભારત સરકાર દ્વારા ધોષિત એક પેન્શન યોજના છે. જે ખાસ કરીને મોટ વડિલો જેની ઉંમર ૬૦ વર્ષથી વધારે હોય છે તે લોકો આ યોજના ૪ મે ૨૦૧૭થી ૩ મે ૨૦૧૮ સુધી ઉપલબ્ધ કરાશે.

– આ યોજના ભારતીય જીવન વીમા નિગમના માધ્યમથી ઓનલાઇન તેમજ ઓફલાઇન પણ ખરીદી શકાય છે. ….ને આ યોજનાનું સંચાલન કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. આ યોજના દસ વર્ષ માટે ૮% પ્રતિવર્ષ માસિક આવકને અનુ‚પ નિશ્ર્ચિત રિટર્ન નક્કી કરાવે છે. યોજનાની ખરીદી કરતી વખતે પેન્શન માટે પસંદગી કરાયેલી માસિક, ત્રિમાસિક, અર્થવાષિક કે વાર્ષિક આવૃતિના અનુસાર ૧૦ વર્ષની પોલીસી અવધિ દરમ્યાન દરેક અવધિના અંત સમયે પેન્શન આપવામાં આવશે.

આ યોજનામાં પોતાની કે પતિ અથવા પત્ની ગંભીર માંદગીના ઇલાજ માટે સમય પહેલા પૈસા ઉપાડી લેવાની પણ પરવાનગી આપે છે. આવા સંજાગોમાં યોજનાની ખરીદ કિંમતની ૯૮% રકમ પરત કરવામાં આવશે. ૧૦ વર્ષની પોલિસી અવધિ દરમિયાન પેન્શનધારકા મૃત્યુ પર લાભાર્થીને ખરીદ કિંમતની ચુકવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.