ટેકનોલોજી એટલી એડવાન્સ થઇ ચુકી છે કે અશક્ય તો માત્ર એક શબ્દ જ રહી ગયો છે, વિશ્ર્વભરમાં કેટલીયે ચિત્ર-વિચિત્ર ઇમારતો છે. જેમન આર્કિટેકચરોએ વિજ્ઞાનના નિયમોને પડકાર આપ્યો છે.
કાયાન ટાવર : ઇન્ફીનીટી ટાવર તરીકે ઓળખાાતુ ગગનચુંબી કાયાન ટાવર દુબઇમાં સ્થિત છે. જે ૯૦ ડિગ્રીએ વળેલુ હોય તેઓ આકાર ધરાવે છે. જેનો દરેક માળ ૧.૨ ડિગ્રી ત્રાસો છે. જાણે લંબચોરસ ખોબાને નીચોવી નાખ્યો હોય.
નાગોયા સિટી સાયન્સ મ્યુઝિયમ : નાયોગા સિટી સાયન્સ મ્યુઝિયમ જાપાનની શાન છે. મ્યુઝિયમની બિલ્ડીંગ ઉપરાંત તેની ખુબીઓ પણ લાજવાબ છે. તેનો આકાર જાણે બે ઇંટો વચ્ચે એક દડો ફસાવિને બેલેન્સ કર્યો હોય તેવો છે. જોઇને ખરેખર વિચાર આવે આ સાલુ બનાવું કઇ રીતે ?
ટાવર ઓફ પીસા : પહેલી નજરે જોતા ટાવર ઓફ પિસા જાણે થોડી જ ક્ષણોમાં પડી જશે તેવું લાગે છે. પરંતુ ચિંત ન કરશે તેની રચના જ એ પ્રકારનીછે. જે રોમન દેશ ઇટલીમાં મુખ્ય આકર્ષપણનું કેન્દ્ર છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે.
વાલેન્સિયા કોમ્પલેક્ષ : આર્ટસ અને સાયન્સનું સમન્વય કહેવાય એવું વાલેન્સિયા કોમ્પલેક્ષ સ્પેનમાં આવેલું છે. જેં ત્યાની સંસ્કૃતિ ધરોહર અને ઉત્પતિનો એક હિસ્સો છે. જેનું નિર્માણ ૧૬ એપ્રિલ ૧૯૯૮માં થયું હતું. તેનું આર્કિટેક સ્ટ્રક્ચર જોતા વિચાર તો આવે જ કે આ સાલુ કેવી રીતે બનાવ્યું હશે. જોતા એવું લાગે કે કપ અને રકાબી ઉંધા કરીને રાખ્યા છે. જેનું મુખ્ય આકર્ષણ તેની સામે રહેલું તળાવ છે. જેની પડછાઇ પડતા તે આંખ જેવો આકાર બની જાય છે. જે રાતના સમયે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે.