ક્રિસ્ટલ મોલ પાછળ જયોતિનગરમાં ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરના છાત્રોએ આ સ્માર્ટ કામ કરી બતાવ્યું

આને કે’વાય સ્માર્ટ સિટી ! વેરાન જગ્યા હરિયાળા પાર્કમાં ફેરવાઇ ક્રિસ્ટલ મોલ પાછળ જયોતિનગરમાં ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરના છાત્રોએ આ સ્માર્ટ કામ કરી બતાવ્યું.રાજકોટ શહેર સ્માર્ટ સીટીની યાદીમાં ત્રીજા ક્રમાંકે આવી પહોંચ્યું છે. પરંતુ હજુ પણ લોકોને જાગૃત થવાની જરુર છે. કેમ કે રાજકોટમાં ઘણી એવી જગ્યા બીનઉયપોગી છે જયાં લોકો ગંદકી કરે છે. આ વસ્તુ ન થાય તો માટે ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરના વિઘાર્થીઓ દ્વારા એક પ્રોજેકટના ભાગરુપે ઝુંબેશ હાથ ધરાઇ છે. જે અંતર્ગત તેઓ દ્વારા જયોતિગનર ચોક, ક્રિસ્ટલ મોલની પાછળની બીનઉપયોગી જગ્યાને નવું રમણીક રુપ આપવામાં આવ્યું છે. જેનું ઉદધાટન રાજકોટ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની દ્વારા કરવામાં આવ્યું હતું.આ વિશે ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરના વિઘાર્થી કે જેમના દ્વારા આ ઝુંબેશ હાથ ધરાઇ છે. એવા નિનાદ દવેએ જણાવ્યું હતું કે અમે એવું નકકી કરેલું કે રાજકોટમાં ઘણી ખરી એવી જગ્યા છે કે જેનો લોકો કચરો ફેંકવા માટે ઉપયોગ કરે છે તથા આ જમીન પડતર પડી રહે છે તો આવી જગ્યાઓને સુધારવા માટેની ઝુંબેશ અમારા દ્વારા હાથ ધરાઇ હતી. તે અંતર્ગત આ જગ્યા અમારા ઘ્યાનમાં આવેલી ત્યારે આ જગ્યા પર લોકો આવીને શાંતિની પળો માણી શકે તથા બાળકોના પાર્ક તરીકે જગ્યાનો ઉપયોગ થાય તે માટે વણઉપયોગી વસ્તુઓ જેવી કે બાબુ, ટાયર તથા વેસ્ટ કોક્રીટ બ્લોક જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આવી રીતે આ જગ્યાને એક અલગ રુપ આપી લોકઉપયોગી સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વિશે રાજકોટ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે આ બાળકો દ્વારા ખુબ જ સરસ કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે વિસ્ટમાંથી બેસ્ટ બનાવીને બતાવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે રા. મ્યુનિ. કોર્પોરેશન પણ એવું ઇચ્છે છે કે આવા સ્ટ્રીટ ડેવલોપમેન્ટ પ્રોજેકટ હજુ વધારે ને વધારે રાજકોટમાં શહેરમાં હાથ ધરાય જેથી સ્માર્ટસીટી નો જે પ્રોજેકટ છે તેને વેગવંતુ બનાવી શકાય તથા આ વિઘાર્થીઓ તેમના શિક્ષકો તેમજ તેમની શાળાને હું અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આ વિઘાર્થીઓ દ્વારા હજુ પણ વધારે પ્રોજેકટ હાથ ધરાશે તેવી તેમણે ખાતરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.