- કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કોટડા સાંગાણી તાલુકાની અધ્યતન વેરાવળ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ
- વેરાવળ ગ્રામ પંચાયત ભવનનું રૂ.42 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું
- પ્રોફેશનલ ટેક્સ, દાખલ, સરકારની યોજનાવો સહિતની સેવાઓ ગ્રામજનોને અદ્યતન ગ્રામ પંચાયત પુરી પાડશે
- વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજાનો ગામ લોકોએ આભાર માનતા રાજીપો વ્યક્ત કર્યો
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામની અદ્યતન નવનિર્માણ ગ્રામ પંચાયત ભવનનું કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા, પંચાયતના સભ્યોના પ્રયત્નોથી તથા સરકારના સહયોગથી વેરાવળ ગામના લોકોને રૂપિયા 42 લાખના ખર્ચે નવનિર્માણ અધ્યતન ગ્રામ પંચાયતની ભેટ મળી છે.વેરાવળ ગ્રામ પંચાયત ગુજરાતની પ્રથમ રાત્રી સમયે પણ ગામ લોકોના પ્રશ્નોને ઉકેલવાની સાથે વિકાસના કાર્યો કરતી ગ્રામ પંચાયત બની છે.વેરાવળ ગ્રામ પંચાયત રાત્રિના 8 થી 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે.ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસૃથા છે,જે ભારતની પંચાયતી રાજ પધૃધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.ગામ લોકોના સુખાકારી અને પ્રશ્નોના ઉકેલના કાર્યો ગ્રામ પંચાયત કરે છે.વેરાવળ ગ્રામ પંચાયતના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વેરાવળ ગ્રામ પંચાયતનું લોકાર્પણ રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઇ દવે,જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ હેરભા સહિત,પદાધિકારીઓ,હોદેદારો, પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનું પુષ્પની વિશાળ ફૂલમાળાથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા અને પંચાયતના સભ્યોને ગામ લોકોની સેવામાં વેરાવળ ગ્રામ પંચાયત ભવનને અધ્યતન નવનિર્માણ કરાવવા બદલ બિરદાવ્યા હતા.
વેરાવળ ગ્રામ પંચાયત ભવનમાં દિવસ અને રાત્રી બંને સમયે લોકોના પ્રશ્નોને ઉકેલવામાં આવશે સાથોસાથ વિકાસના કાર્યો કરવામાં આવશે કોટડા સાંગાણી તાલુકો વેરાવળ ગામથી 15 કિલોમીટર દૂર છે.ગામ લોકોને તાલુકા સુધી જવું ન પડે એવી તમામ કામગીરી વેરાવળ ગ્રામ પંચાયતમાં ગામ લોકોને મળી રહે તે માટેની તકેદારીઓ સરપંચ તથા પંચાયતના સભ્યો અને તલાટી મંત્રીએ હાથ ધરી છે.પ્રોફેશનલ ટેક્સ,જરૂરી તમામ દાખલા,લગ્ન નોંધણી,શ્રમ કાર્ડ,આયુષ્માન કાર્ડ,સરકારની વિવિધ યોજનાઓ સહિતની સેવાઓ ગામ લોકોને પૂરી પાડવાની તમામ કામગીરી અધ્યતન વેરાવળ ગ્રામ પંચાયત કરવાં કટિબદ્ધ રહેશે.
ગુજરાતની પ્રથમ રાત્રી સમય કાર્ય કરતી વેરાવળ ગ્રામ પંચાયત બની
વેરાવળ ગામના લોકોને રાત્રિના સમયે પણ તેમના પ્રશ્નોના ઉકેલ લઇ આવવા વેરાવળ ગ્રામ પંચાયત રાત્રિના 8 થી 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે.વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા,પંચાયતના સભ્યો તલાટી મંત્રી સહિત ગામ સેવકોના સંયુક્ત નિર્ણયથી રાત્રે પણ ગ્રામ પંચાયતની કામગિરી શરૂ કરવામાં આવી છે હવે દિવસ અને રાત્રી બંને સમયે વેરાવળ ગામના વિકાસના કાર્યોને વેગ મળશે.
અદ્યતન ગ્રામ પંચાયત ખુલી મુકતા ગામ લોકો અને સભ્યોમાં આનંદો: રવિરાજસિંહ જાડેજા
વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, અધ્યતન નવનિર્માણ વેરાવળ ગ્રામ પંચાયત ભવનને ખુલ્લુ મુકાતા ખુશીનો દિવસ છે ગામ લોકો અને સભ્યોમાં આનંદો જોવા મળી રહ્યો છે.ગામ લોકોએ અધ્યતન ગ્રામ પંચાયતને હોશે હોશે વધાવી લીધી છે.લોકોની તમામ સુખાકારી અને સવલતો અધ્યતન ગ્રામ પંચાયતમાંથી પૂરી પાડવામાં આવશે રાત્રિ સમયે શરૂ રહેતી અમારી ગુજરાતની પ્રથમ ગ્રામ પંચાયતમાંથી સૌ કોઈ પ્રેરણા લેશે.વેરાવળ ગામના લોકોને તમામ સુવિધાઓ ગ્રામ પંચાયતમાંથી પૂરી પાડવા અમારી ટીમ ખડે પગે છે.અશિક્ષિત લોકો માટે તથા બહેનો માટે બે મહિલાઓ માર્ગદર્શન પૂરું પાડવા ગ્રામ પંચાયતમાં રાખવામાં આવી છે.લોકોના દરેક પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લઈ આવા તેમજ વિકાસના કાર્યો કરવા વેરાવળ ગ્રામ પંચાયત અધ્યતન અને ડિજિટલ બંને રીતે સજ્જ છે.