ડોક્ટર જેને ભગવાન માનવામાં આવે છે. ડોક્ટરની પદવી મેળવતી વખતે દરેક વ્યક્તિ એક શપથ લે છે જેમાં કોઇપણ પરિસ્થિતિ, કોઇપણ સંજોગોમાં દર્દીની સેવા કરવામાં ચુંક નહિ થાય. તો શપથને સાર્થક કરતો એક કિસ્સો us માં બન્યો છે.
વાત એમ છે કે us ના એક મહિલા ગાયનેકોલોજીસ્ટ પોતે પ્રગેન્ટ હતા અને ડિલીવરી માટે હોસ્પિટલમાં હતા બરાબર તેવા જ સમયે અન્ય એક પેશન્ટ જેને ડિલિવરી આવવાની હતી તે બાળકનો જન્મ થવાનો જ હતો ત્યારે એ ગર્ભવતી ડોક્ટર પોતાના પેશન્ટ પાસે પહોચ્યા અને તે માતાને બાળકનો જન્મ કારવ્યો અને બાદમાં પોતાની અધુરી રહેલી બાળકનો જન્મની પ્રક્રિયાને પૂર્ણ કરી બાળકને જન્મ આપ્યો હતો.
એક ડોક્ટરની પોતાના દર્દી પ્રત્યેની આવી નિષ્ઠા જોઇને કોઇપણ વ્યક્તિ ગદ્ગદીત થઇ જાય છે. આજનાં યુગમાં પણ આ પ્રકારના સેવાભાવી ડોક્ટરો જીવે છે અને લોકોમાં એક વિશ્ર્વાસ કાયમ કરે છે. જ્યારે તબીબીક્ષેત્ર સેવા કરતાં મેવાખાવા વાળાની સંખ્યા વધતી જાય છે પરંતુ us ની મહિલા ગાયનેકોલોજીસ્ટએ એક નવું જ ઉદાહરણ પુરુ પાડ્યું છે.