કહેવાય છે ને કે જોડી તો ઉપર થી બની ને આવેલી હોય છે. પછી તે જોડી પતિ-પત્ની, ભાઈ-બહેન, કે બીજા અન્ય સબંધોની હોય શકે. તે લોકો જન્મથી મરણ સુધી એક સાથે હોય છે. આવી જ એક જોડિયા ભાઈઓની કહાની ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. જેમાં બંને ભાઈઓનો જન્મ અને મૃત્યુ એક સાથે થયું હતું.

આ મહામારીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેતા એક પરિવારના જોડિયા ભાઈઓનો જીવ લીધો છે. મેરઠમાં ગ્રેગરી પરિવારમાં 23 એપ્રિલ 1997માં જન્મેલા જોડિયા ભાઈઓ હંમેશા એક બીજાને સાથે જ રહ્યા છે. બંને ભાઈઓના જન્મમાં ફક્ત 3 મિનિટનું અંતર હતું. જેમાં મોટો ભાઈ જાફ્રાદ વર્ગીઝ ગ્રેગરી અને નાનો ભાઈ રાલ્ફ્રેડ જ્યોર્જ ગ્રેગરી હતો.

23 એપ્રિલએ બંને ભાઈઓએ પોતાનો 24મોં જન્મદિવસ ધૂમધામથી ઉજવ્યો હતો. પણ કોને ખબર હતી કે આ તેની છેલ્લી ઉજવણી હશે. જન્મદિવસમાં બીજા જ દિવસે બંને ભાઈઓ કોરોના પોઝિટિવ થયા, લાંબા સમય સારવાર લીધા બાદ 13 અને 14મે ના રોજ બંને ભાઈઓનું નિધન થયું.
Brothers 2
જોડિયા ભાઈઓના પિતા ગ્રેગરી રેમંડ રાફેલએ કહ્યું છે કે, ‘બંને ભાઈઓ કમ્પ્યુટર એન્જિનિયર હતા. બંને ભાઈઓના મોતથી પરિવાર ટૂટી ગયો છે. હવે ફક્ત પરિવારમાં ત્રણ લોકો જ બચ્યા છીએ. 10મે ના રોજ બંને ભાઈઓ કોરોના નેગેટિવ થઈ ગયા હતા. પણ પાછી તબિયત ખરાબ થતા 4 દિવસની અંદર બંનેની મોત થઈ ગઈ.’

જોડિયા ભાઈઓના મોટા ભાઈ નેલ્ફ્રેડએ કહ્યું હતું કે, ‘બંને ભાઈઓ પાસે અમારા માટે ઘણી બધી યોજના હતી. બંને ભાઈઓ અમને એક સારી ઝીંદગી આપવા માંગતા હતા. તેને અમારી સંઘર્ષ પૂર્ણ ઝીંદગી જોય હતી, તેથી તે અમને દરેક રીતે ખુશી આપવા માંગતા હતા. તે લોકો કામ માટે કોરિયા અને પછી જર્મની જવાનું વિચારી રહ્યા હતા. પણ ખબર નહીં, તેને છીનવીને ભગવાને અમને કઈ વાતની સજા આપી.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.