જાન્યુઆરીમાં આવેલી શાહરુખ ખાનની રઈશ ના પ્રમોશન માટે શાહ રૂખ ખાને રાજધાની એક્સ્પ્રેસ ટ્રેન ની મુશફરી કરી હતી. જેમાં શાહ રૂખ ખાન ની એક ઝલક જોવા ચાહકોની ભીડ જામી હતી. ત્યારે શાહ રૂખ ખાને સ્ટેશન પર ટી –શર્ટ , બોલ જેવી વસ્તુ ફેકતા ધક્કા મુક્કી અને અફરતફરી નો માહોલ સર્જાયો હતો. જેમાં બે પૉલિશ કર્મચારી બેભાન અને એક વ્યક્તિ નું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટનામાં લોકો એ તપસ ની માંગ કરી હતી. જેમાં પેહલા તરો શાહરુખ ખાન અને એક્સેલ એન્ટરટેન મેંટ ના મલીકને જવાબદાર ગણવામાં આવ્યા હતા. બંને વિરુદ્ધ ગુનો નોંધવા માટે નાયબ પોલીસ અધિક્ષક તરુણ બારોટે રેલવે પોલીસ અધિક્ષકને રિપોર્ટ આપ્યો હોવાનું ધારાશાસ્ત્રી જુનેદ એલ. સૈયદે જણાવ્યું છે. ગત 23 જાન્યુઆરીએ ફિલ્મના પ્રમોશન માટે ટ્રેનમાં દિલ્હી જઇ રહેલા શાહરુખને જોવા ભીડ પૈકી ફરીદખાન પઠાણનું મોત નીપજ્યું હતું. ઘટનાની તપાસ કરવા જિતેન્દ્ર સોલંકી સહિત 7 જણે જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી હતી. કોર્ટે DySP તરુણ બારોટને 45 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સુપર્દ કરવા જણાવ્યું હતું.આ લીધે શાહરુખ ખાન સામે ગુનો નોંધાયો છે.