72 કલાક પહેલાં કરાવેલ ટેસ્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ મળશે: મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોમાં કોરોના સંક્રમિત હોવાના અનેકવિધ કેસો નોંધાતા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણય કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી અહીં ગુજરાત આવતા લોકો માટે છઝ-ઙઈછ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. જો કે તેમાં 502 નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે.રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાંથી આવતા તમામ વ્યક્તિઓનું ફરજીયાત સ્ક્રિનિંગ કરવા આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. 72 કલાક પહેલા કરાવેલ RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ મળશે.
ગત દિવસોમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થયો છે. તેમજ ગુજરાતમાં ગત અઠવાડિયામાં જોવા મળેલ કેસોમાં કોન્ટેકટ ટ્રેસીંગ હાથ ધરાતા આ કેસોમાં મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલ કે ઘનિષ્ટ સંપર્કમાં આવેલ વ્યક્તિઓમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આ સંક્રમણ ગુજરાતમાં ન વકરે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સામે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.