કોરોના વાયરસ ઉદભવ્યો ત્યારથી તેવો નાથવા દવા, રસી સહિતની ચિકિત્સા પધ્ધતીની શોધ માટે તીવ્ર હરિફાઈ ઉભી થઈ હતી. અલગઅલગ પ્રકારની ઘણી રસીઓ હાલ ઉપલબ્ધ છે. જેની કિંમતો, વિશ્ર્વસનીયતા અને સાચવણીને લઈ રસીની રસ્સાખેંચ ઉભી થઈ હતી આ રસીની રસ્સાખેંચમાં ભારતે મેદાન મારી અમેરિકા, રશિયા, ચીન જેવા વિકસીત દેશોને પણ પાછળ ધકેલી દીધા છે. વિશ્ર્વના લગભગ 123 દેશોમાં ભારતીય રસી પહોચી છે. ત્યારે હવે અમેરિકામાં પણ પૂણેની સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા બનાવાયેલી કોવિશીલ્ડના ડોઝ અપાશે. તાજેતરમાં અમેરિકા અને બે દક્ષીણી અમેરિકી દેશોમાં ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને સીરમ ઈન્સ્ટિટયુટ દ્વારા નિર્મિત કોવિશીલ્ડ રસીનાં એક મોટા પરીક્ષણમાં દાવો કરાયો છે કે, કોરોનાને નાથવા આ રસી 79 થી 100 ટકા અસરકારક છે. અમેરિકા, ચીલી અને પેરૂમા અધ્યયન કરવામાં આવ્યું જેમાં કોવિશીલ્ડ રસી તમામ ઉંમરના લોકો અને સમુદાયો પર સમાનરૂપથી અસરકારક હોવાનું સામે આવ્યું ઓકસફોર્ડ વિશ્ર્વવિદ્યાલયના પ્રોફેસર અને રસીનાં તપાસકર્તા પ્રમુખ એડયું પોલાર્ડે કહ્યું કે, આ એક સારા સમાચાર છે. કે કોવિશીલ્ડ રસી અસરકારક છે તેની કોઈ આડઅસર છે નહી જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ યુરોપીયન દેશોએ આ રસી પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
એસ્ટ્રાજેનેકા રસીથી લોહીના ગઠ્ઠા થઈ જવાના આરોપથી આ નિર્ણય લેવાયો હતો. આ શંકા વચ્ચે અમેરિકાનાં પરીક્ષણમાં સુરક્ષીત હોવાનો દાવો રસી પર રહેલી શંકા-આશંકાઓને દૂર કરશે જોકે આ અગાઉ વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને પણ સ્પષ્ટતા કરી હતી કે, એસ્ટ્રાજેનેકા રસી સુરક્ષીત છે આનાથી લોહી જામી જવાની કોઈ આડઅસર થતી નથી.